નિયમો કરવાની સતા - કલમ:૩૮

નિયમો કરવાની સતા

(૧) રાજપત્રમાં જાહેરનામા (ઓફીશીયલ ઝીટમાં નોટીફીકેશન) પ્રસિધ્ધ કરી અને અગાઉથી જાહેરાત કરવાની છે તે શરતને આધીન કેન્દ્ર સરકાર આ કાયદાની હેતુઓ સિધ્ધ કરવાના હેતુથી નિયમો બનાવી શકે છે. (૨) ઉપરની સત્તાઓની સામાન્યતાને બાધ આવે નહિ તે રીતે ખાસ કરીને કેન્દ્ર સરકાર નીચેની તમામ કે કેટલીક બાબતો અંગે નિયમો બનાવી શકે છે. (એ) બોડૅના સભ્યોની નોકરીની શરતો અને તેમને આપવાના ભાડા ભથ્થા અને જે રીતે તેઓએ તેની સતા વાપરવાની છે અને તેમની કાર્યવાહી બજાવવાની છે. (એએ) કલમ-૫ ની પેટા કલમ (૧)નો ખંડ (ઇ) હેઠળ કઇ રીતે મહાનગરપાલિકાના પ્રતિનિધિની ચૂંટણી કરવી. (બી) પશુએ ખેંચવાનો છે કે ઉંચકવાનો છે તેવો વધુમાં વધુ બોજો (જેમા ઉતારૂઓના વજનથી વધતા ભારનો સમાવેશ થાય છે.) (સી) પશુઓની ગીચતાને અટકાવવા માટે પાળવાની છે તે શરતો (ડી) જે સમય દરમ્યાન અને જે કલાકો વચ્ચે પશુઓના અમુક વર્ગને ખેંચવાનો હેતુઓ માટે વાપરવાના નથી, (ઇ) પશુઓને કુરતા થાય તે રીતે કોઇપણ લગામનુ ચોકઠું કે ઘોડાને જોડવાનો સાજ (હારનેશ) નો ઉપયોગ અટકાવવાનો છે. (ઇએ) કલમ ૧૧ ની પેટા કલમ ૩ ના ખંડ (બી) માં જણાવ્યાનુસાર કોઇપણ રખડતા કૂતરાને મારી નાંખવાની પધ્ધતિઓ બાબત (ઇબી) કુરતા વગર હટાવી ન શકાય તેવા પ્રાણીને નાશ કરવાની પધ્ધતીઓ કલમ ૧૩ની પેટા કલમ (૩) હેઠળ દર્શાવેલ છે. (એફ) ઘોડાનો નાળ જડનારો (કેરીઅર) તરીકેનો ધંધો ચલાવનારને નકકી કરવામાં આવે છે તે સતા પાસેથી લાઇસન્સ લેવા અને જીસ્ટર કરાવવા પગલા લેવાના છે અને તે હેતુ માટે ફી લેવાની છે. (જી) વેંચાણ કે નીકાસ કે બીજા કોઇ હેતુઓ માટે પકડવાના છે તે પશુઓ સંબંધમાં સાવચેતી રાખવા અને તે માટે ફકત અમુક જ પ્રકારની યુકિતઓ જુદા જુદા સાધનો વાપરવાના છે અને આવી રીતે પકડવામાં આવ્યાં છે તેમને માટે લાઇસન્સ લેવા અને આવા લાઇસન્સો માટે ફી લેવાની છે. (એચ) રેલવે રસ્તો અંદરના પાણીના રસ્તો દરિયો કે હવા મારફતે પ્રાણીઓને લઇ જવા લાવવા માટે જ અને જે રીતે પાંજરા કે બીજા પાત્ર કે બારદાનમાં તેમને ખસેડવાના છે તે અંગે જે અગમચેતી રાખવાની છે. (આઇ) પ્રાણીઓને રાખવામાં આવે છે કે દોહવામાં આવે છે તે ઢોર જેના હવાલામાં છે કે તેના માલિક છે તેમણે આવા મકાનોને રજીસ્ટર કરાવવાના છે આવા મકાન સાથેની જીન (પ્રીમાયસીસ) ની બાઉન્ડરી દીવાલ અને આસપાસની સ્થિતિ સબંધમાં જે શરતો મૂકવામાં આવે છે તેનો અમલ કરવા તથા તેમા આ કાયદા નીચે કોઇ ગુનો થઇ રહ્યો છે કે થઇ ગયો છે તે નકકી કરવાના હેતુથી તેનું ઇન્સ્પેકશન લેવા રજા આપવી અને આ મકાન સાથેની જમીન (પ્રીમાયસીસ) માં તે લતાના લોકો સામાન્ય રીતે તે ભાષામાં તે કલમ ૧૨ હેઠળ પ્રદર્શિત કરવા (જે) પ્રકરણ ૫ નીચે રજીસ્ટર કરવા માટે કરવાની છે તે અરજીઓના ફોમૅ તેમા જે વિગતો પૂરી પાડવાની છે તેવા રજિસ્ટ્રેશન માટે જે ફી આપવાની છે અને જે સતાને આવી અરજીઓ કરવાની છે. (જેએ) કલમ ૧૫ અંતગૅત નિમાયેલ કમિટિએ કોઇપણ વ્યકિત કે સંસ્થા પાસેથી નોંધણીનો ચાજૅ કે જે પ્રયોગો કે અન્ય કારણોએ લઇ જતા પશુઓ માટે નકકી કરે તે પ્રમાણે વસુલવો જોઇઍ. (કે) આ કાયદા હેઠળ વસુલ કરવામાં આવ્યો છે તે દંડની રકમ જે હેતુઓ માટે વાપરવાની છે જેમા ખોડા ઢોર સંસ્થાઓનો પાંજરાપોળનો અને પશુઓની હૉસ્પિટલનો સમાવેશ થાય છે (એલ) બીજી કોઇ બાબત જે હવે નકકી કરવાની છે કે નકકી કરવામાં આવે છે. (૩) આ કલમ હેઠળ કરવામાં આવ્યા છે તે નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમાં મદદગારી કરે છે કે તેના વિરૂધ્ધ વર્તે છે. (( શિક્ષાઃ- તે વ્યક્તિને ૧૦૦ રૂપિયા સુધીના દંડને કે ત્રણ મહિના સુધી કેદની સજાને કે બંને સજાને પાત્ર ઠરે છે. )) (૪) રદ કરેલ છે.