વ્યાખ્યા અને અર્થઘટન - કલમ:૨

 વ્યાખ્યા અને અર્થઘટન

(૧) આ અધિનિયમમાં સંદર્ભથી અન્યથા અપેક્ષિત ન હોય તો (એ) સંપાદન અને તેના વ્યાકરણીય રૂપાંતરો અને સમાન રૂપોમાં ભાડે લેવાનો ઉછીનું લેવાનો અથવા બક્ષિસ તરીકે સ્વીકારવાનો સમાવેશ થાય છે. (બી) દારૂગોળો એટલે કોઇપણ અગ્નિશસ્ત્ર માટેનો દારૂગોળો અને તેમાં નીચેનાનો સમાવેશ થાય છે. (૧) રોકેટ, બોમ્બ, ગ્રેનેડ, રોલ અને તેના જેવા બીજા મીસાઇલો (૨) ટોરપીડો સર્વિસ અને સમમરીન માઇનીંગ માટે યોજેલી ચીજવસ્તુઓ (૩) અગ્નિશસ્ત્રો વડે અથવા તે સિવાય વાપરી શકાય તેવી અને સ્ફોટક ધડાકા સાથે ફૂટે તેવી અથવા વિખંડનીય સામગ્રીવાળી અથવા નુકશાનકારક પ્રવાહી ગેસ અથવા તેવી બીજી વસ્તુવાળી અથવા તેવી બીજી વસ્તુ રાખવા માટે યોજેલી અથવા અનુકૂળ કરેલી બીજી ચીજ વસ્તુઓ (૪) અગ્નિશસ્ત્રો ફોડવા માટેના ચાજે અને એવા ચાજૅ માટેના સહાયક ભાગ (૫) ફયુઝ અને ફિકશન ટ્યુબો (૬) દારૂગોળાના ભાગો અને તે બનાવવા માટેની યંત્ર સામગ્રી અને (૭) કેન્દ્ર સરકાર આ અર્થ રાજપત્રમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને નિર્દિષ્ટ કરે તેવા દારૂગોળાના ઘટક દ્રવ્યો (સૌ) શસ્ત્રો એટલે આક્રમણ અથવા રક્ષણ માટેના શસ્ત્રો તરીકે યોજેલી અથવા અનુકૂળ કરેલી કોઇપણ પ્રકારની ચીજ વસ્તુઓ અને તેમા અગ્નિશસ્ત્રો નીંદણ ધારવાળા અને બીજા પ્રાણઘાતક હથિયારો અને શસ્ત્રોના ભાગોનો અને તે બનાવવા માટેની યંત્ર સામગ્રીનો સમાવેશ થાય છે પણ તેમા લાઠી અથવા ચાલવાની સામાન્ય લાકડી જેવી અને રમકડા તરીકે ઉપયોગમાં લેવા સિવાય જેનો બીજી રીતે ઉપયોગ થઇ શકે નહિ, અથવા કામ આવે તેવા હથિયારોમાં જેનું રૂપાંતર થઇ શકે નહિ એવા હથિયારો જેવી કે ફકત ઘરના કે ખેતીના કામ માટે યોજેલી ચીજ વસ્તુઓની સમાવેશ થતો નથી. (ડી) જે વિસ્તાર માટે પોલીસ કમિશ્નર નીમવામાં આવ્યા હોય તેના સબંધમાં જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે તે વિસ્તારના પોલીસ કમિશ્નર અને એવા સમગ્ર વિસ્તાર અથવા તેના ભાગના સબંધમાં હકૂમત ધરાવતા અને રાજય સરકાર એ વિસ્તાર અથવા ભાગના સબંધમાં આ અથૅ નિર્દિષ્ટ કરે તેવા નાયબ પોલીસ કમિશ્નરનો તેમા સમાવેશ થાય છે. (ઇ) અગ્નિશસ્ત્રો એટલે કોઇપણ સ્ફાક પદાર્થ વડે અથવા કોઇ બીજા સ્વરૂપની શકિત વડે કોઇપણ જાતનું પ્રશ્નપ્ય કે પ્રશ્નો છોડવા માટે યોજેલા અથવા અનુકૂળ કરેલા કોઇપણ પ્રકારના શસ્ત્રો અને તેમાં નીચેનાનો સમાવેશ થાય છે. (૧) કોઇ નુકશાનકારક પ્રવાહી ગેસ અથવા એવી કોઇ વસ્તુ છોડવા માટે યોજેલી અથવા અનુકૂળ કરેલી કોઇપણ જાતની તોપો હાથ ગ્રેનેડો, રાયટ પિસ્તોલો અથવા હથિયારો (૨) એવા કોઇ અગ્નિશસ્ત્રના બારથી ઘા અવાજ કે ઝબકારાને ઓછો કરવા યોજેલા અથવા અનુકૂળ કરેલા તેના સહાયક ભાગો (૩) અગ્નિશસ્ત્રોના ભાગો અને તે બનાવવા માટેની યંત્રસામગ્રી અને (૪) તો ચઢાવવા માટેના તેની હેરફેર માટેના અને તેને વાર કરતી રાખવા માટેના વાહનો પ્લેટફોર્મો અને સાધનો (ઇ-એ) પરવાનો એટલે કે આ કાયદાની જોગવાઇઓ અને તે અન્વયે નિશ્ચિત કરવામાં આવેલા નિયમોને અધીન જારી કરવામાં આવેલા પરવાના અને તેમાં ઇલેક્ટ્રોનિકસ સ્વરૂપમાં જારી કરવામાં આવેલા પરવાનાનો પણ સમાવેશ થશે. (ઉમેરો કરવામાં આવેલ છે. સને ૨૦૧૯ માં સુધારો) (એફ) લાઇસન્સ અધિકારી એટલે આ અધિનિયમ હેઠળ કરેલા નિયમો મુજબ લાઇસન્સો આપવાની અથવા તે તાજા કરી આપવાની સતા ધરાવતા અધિકારી અથવા સતાધિકારી અને તેમાં સરકારનો સમાવેશ થાય છે. (એફ-એ) મેજિસ્ટ્રેટ એટલે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ હેઠળ એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ (જી) ઠરાવેલુ એટલે આ અધિનિયમ હેઠળ કરેલા નિયમોથી ઠરાવેલુ (એચ) પ્રતિબંધિત દારૂગોળો એટલે કોઇ નુકશાનકારક પ્રવાહી ગેસ અથવા એવી બીજી વસ્તુવાળો અથવા તેવી વસ્તુઓ રાખવા યોજેલ અથવા અનુકૂળ કરેલ દારૂગોળો અને તેમા રોકેટ બોમ્બે ગ્રેનેડ શૅલ મિસાઇલો ટોરપીડો સર્વિસ અને સબમરીન માઇનિંગ માટે યોજેલી ચીજ વસ્તુઓ અને કેન્દ્ર સરકાર રાજપત્રમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને પ્રતિબંધિત દારૂગોળા તરીકે નિર્દિષ્ટ કરે તેવી બીજી ચીજ વસ્તુઓના સમાવેશ થાય છે. (આઇ) પ્રતિબંધિત શસ્ત્રો એટલે (૧) એવી રીતે યોજેલા અથવા અનુકૂળ કરેલા અગ્નિશસ્ત્રો કે જેનો ધોડા દબાવતા ઘોડા ઉપરથી દબાણ દૂર ન થાય અથવા શસ્ત્રોવાળ મેગ્ઝીન ખાલી ન થાય ત્યાં સુધી શસ્ત્રો છૂટતા રહે અથવા નુકશાનકારક પ્રવાહી ગેસ અથવા એવી બીજી વસ્તુ છોડવા માટે યોજેલા અથવા અનુકૂળ કરેલાં કોઇપણ પ્રકારના હથિયારો અને તેમા (૨) કોઇ તોપો, વિમાન વિરોધી અને ટેન્ક વિરોધી અગ્નિશાસ્ત્રો અને કેન્દ્ર સરકાર રાજ્યપત્રમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને પ્રતિબંધિત શસ્ત્રો તરીકે નિર્દિષ્ટ કરે તેવા બીજા શસ્ત્રોનો સમાવેશ થાય છે. (જે) રાજયસેવક નો અથૅ ભારતનો ફોજદારી અધિનિયમની કલમ ૨૧માં તેનો જે અથૅ છે તે જ થાય છે (કે) તબદીલી અને તેના વ્યાકરણીય રૂપાંતરો અને સમાન રૂપોમાં ભાડે આપવાનો ઉછીનું આપવાનો તથા કબજો આપવાનો અને છોડવાનો સમાવેશ થાય છે. (૨) આ અધિનિયમના હેતુઓ માટે અગ્નિશસ્ત્રની નળીની લંબાઇ તેના મઝલથી લઇને વાર કરતા જયાથી ચાજૅ ફૂટતો હોય ત્યાં સુધીની ગણાશે. (૩) કોઇ વિસ્તારમાં અમલમાં ન હોય તેવા કોઇ કાયદાનો આ અધિનિયમમાં કરેલો ઉલ્લેખ તે વિસ્તારના સબંધમાં તેમાં કોઇ સમાન કાયદો અમલમાં હોય તો તેને ઉદ્દેશીને છે એમ અથૅ કરવો (૪) કોઇ અધિકારી અથવા સતાધિકારી વિશે આ અધિનિયમમાં કરેલો ઉલ્લેખ જયાં તે હાદાવાળો કોઇ અધિકારી કે સતાધિકારી ન હોય તે વિસ્તારના સબંધમાં કેન્દ્ર સરકાર રાજપત્રમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને નિર્દિષ્ટ કરે તેવા અધિકારીને અથવા સતાધિકારીને ઉદ્દેશીને એમ અથૅ કરવો,