
અગ્નિશસ્ત્રો અને દારૂગોળાના સંપાદક અને કબ્જા માટેનુ લાઇસન્સ
(૧) કોઇ વ્યકિત આ અધિનિયમની અને તે હેઠળ કરેલા નીયમોની જોગવાઇઓ અનુસાર આ અથૅ કાઢી આપેલું લાઇસન્સ ધરાવતી ન હોય તો તેનાથી કોઇ અગ્નિશસ્ત્ર અથવા દારૂગોળો સંપાદિત કરી શકાશે નહિ. અથવા પોતાના કબજામાં કે પોતાની સાથે રાખી શકાશે નહિ. જોગવાઇ કરવામાં આવી છે કે કોઇ વ્યકિત પોતે લાઇસન્સ ધરાવ્યા વિના લાઇસન્સ ધરાવનારની હાજરીમાં અથવા તેની લેખિત પરવાનગી હેઠળ કોઇ અગ્નિશસ્ત્ર અથવા દારૂગોળો મરામત માટે અથવા લાઇસન્સ તાજુ કરાવવા માટે અથવા લાઇસન્સ ધરાવનારના ઉપયોગ માટે સાથે રાખી શકશે. (૨) પેટા કલમ (૧)માં ગમે તે મજકૂર હોય છતા પેટા કલમ (૩)માં ઉલ્લેખેલ વ્યકિત સિવાયની કોઇ વ્યકિતથી કોઇપણ સમયે બે અગ્નિશસ્ત્રો સંપાદિત કરી શકાશે નહિ. પોતાના કબ્જામાં રાખી શકાશે નહિ અથવા લઇ જઇ શકાશે નહિ. જોગવાઇ કરવામાં આવી છે કે શસ્ત્ર અધિનિયમ ૨૦૧૯ના આરંભે કોઇ એક વ્યકિત પોતાની પાસે બે કરતા વધુ અગ્નિશસ્ત્ર ધરાવે છે તો તે વ્યકિત તેમાંથી કોઇ બે અગ્નિશસ્ત્ર પોતાની પાસે રાખી શકશે અને તે આ કાયદાના અમલના આરંભના એક વષૅની અંદર નજીકના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ અધિકારીને અથવા કલમ ૨૧ની પેટા કલમ (૧) માં નિશ્ર્વિત કરેલી શરતોને આધિન લાયસન્સ આપેલા ડીલર પાસે જમા કરાવી શકશે અથવા જો આવી વ્યકિત ભારતીય સંઘના સશસ્ત્ર દળોનો સભ્ય હોય તો પેટા કલમમાં જણાવવામાં આવ્યા મુજબના શસ્ત્રગાર યુનિટમાં ઉપરોકત એક વષૅ પૂણૅ થયાના નેવુ દિવસમાં પરવાનો તેમણે રદ કરાવવાનો રહેશે. વધુમાં જોગવાઇ કરવામાં આવે છે વારસા કે પૈતૃક સંપતિના આધાર પર પરવાનો આપતી વખતે બે અગ્નિશસ્ત્રની મયૅાદાનું ઉલ્લંઘન થવું જોઇશે નહિ. (૩) પેટા કલમ (૨)માંનો કોઇપણ મજકૂર અગ્નિશસ્ત્રોના આપેલ અથવા લક્ષ્ય વીંધવા માટે પોઇન્ટ ૨૨ બોર રાઇફલ વાપરતા કેન્દ્ર સરકારે લાઇસન્સ આપેલ અથવા માન્ય કરેલ રાઇફલ કલબ અથવા રાઇફલ એસોસિએશનના કોઇ ભ્યને લાગુ પડશે નહિ. (૪) કલમ ૨૧ ની પેટા કલમો (૨) થી (૬) ની જોગવાઇઓ તે કલમની પેટા કલમ (૧) હેઠળ કોઇ શસ્ત્ર અથવા દારૂગોળો જમા કરાવવાના સબંધમાં લાગુ પડે છે તેમ પેટા કલમ (૨) ના પરંતુક હેઠળ અગ્નિશસ્ત્રો જમા કરાવવાના સબંધમાં લાગુ પડશે.
Copyright©2023 - HelpLaw