અમુક દાખલાઓમાં નિર્દિષ્ટ પ્રકારના શસ્ત્રોમાં સંપાદન અને કબજા માટેનુ લાઇસન્સ - કલમ:૪

અમુક દાખલાઓમાં નિર્દિષ્ટ પ્રકારના શસ્ત્રોમાં સંપાદન અને કબજા માટેનુ લાઇસન્સ

કેન્દ્ર સરકારનો એવો અભિપ્રાય થાય કે કોઇ વિસ્તારમાં પ્રવતૅતા સંજોગો ધ્યાનમાં લેતાં જાહેર હિતમાં હેવું જરૂરી અથવા ઇષ્ટ છે કે અગ્નિશસ્ત્રો સિવાયના શસ્ત્રો સંપાદિત કરવાનું તેનો કબજો ધરાવવાનુ અથવા તે સાથે રાખવાનું પણ નિયમન કરવું જોઇએ તો રાજપત્રમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને તે ફરમાવી શકશે કે આ કલમ જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલ વિસ્તારને લાગુ પડશે અને તેમ થતાં કોઇ વ્યકિત આ અધિનિયમની અને તે હેઠળ કરેલા નિયમોની જોગવાઇઓ અનુસાર આ અથૅ કાઢી આપેલું લાઇસન્સ ધરાવતી ન હોય તો તેનાથી તે જાહેરનામામાં નિદિષ્ટ કરવામાં આવે તે વગૅ અથવા પ્રકારના શસ્ત્રો તે વિસ્તારમાં સંપાદિત કરી શકાશે નહિ અથવા પોતાના કબ્જામાં કે પોતાની સાથે રાખી શકાશે નહિ.