
શસ્ત્રો અને દારૂગોળાના બનાવટ વેચાણ વગેરે માટેનું લાઇસન્સ
(૧) કોઇપણ વ્યકિતથી જો તે આ અધિનિયમની અને તે હેઠળ કરેલા નિયમોની જોગવાઇઓ અનુસાર આ અથૅ કાઢી આપેલું લાઇસન્સ ધરાવતી ન હોય તો ઠરાવવામાં આવે તે વગૅ અથવા પ્રકારના અગ્નિશસ્તો અથવા બીજા શસ્ત્રો અથવા કોઇ દારૂગોળો (એ) વાપરી ઉત્પાદિત કરે મેળવે પ્રાપ્ત કરે (સન ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૪૮ ના સુધારા મુજબ ઉત્પાદન શબ્દના બદલે ઉત્પાદિત કરે મેળવે પ્રાણત કરે મૂકવામાં આવેલ છે.) વેચી તબદીલ કરી રૂપાંતરિત કરી મરામત કરી પરીક્ષણ કરી કે અજમાવી બતાવી શકાશે નહિ. (બી) વેચવા ખુલ્લા મૂકી શકાશે નહિ કે વેચવાની દરખાસ્ત કરી શકાશે નહિ કે તબદીલ કરી શકાશે નહિ અથવા વેચાણ તબદીલી રૂપાંતર મરામત કે પરીક્ષણ માટે અથવા અજમાવી બતાવવા માટે પોતાના કબજામાં રાખી શકાશે નહી. (૨) પેટા કલમ (૧) માં ગમે તે મજકૂર હોય તે છતા કોઇ વ્યકિત જે કોઇ શસ્ત્ર અથવા દારૂગોળાને પોતાના અંગત ઉપયોગ માટે કાયદેસર રીતે કબ્જામાં રાખતી હોય તે શસ્ત્ર કે દારૂગોળો પોતાના કબ્જામાં રાખવા માટે હકદાર હોય અથવા જેને તેમ કરવાનો આ અધિનિયમથી અથવા એવા બીજા કાયદાથી પ્રતિબંધ ન હોય તેવી બીજી કોઇ વ્યકિતને આ અથૅ લાઇસન્સ ધરાવ્યા વગર વેચી કે તબદીલ કરી શકશે જોગવાઇ કરવામાં આવી છે કે જેને અંગે કલમ ૩ હેઠળ લાઇસન્સ જરૂરી હોય તેવા અગ્નિશસ્ત્રો કે દારૂગોળો અને જેને અંગે કલમ ૪ હેઠળ લાઇસન્સ જરૂરી હોય તેવા અગ્નિશસ્ત્રો કોઇ વ્યકિતથી તેવી રીતે વાપરી શકાશે નહિ અથવા તબદીલ કરી શકાશે નહિ સિવાય કે (એ) તેણે તેવાં અગ્નિશસ્ત્રો દારૂગોળો કે બીજા શસ્ત્રો વેચવાના અથવા તબદીલ કરવાના તેના ઇરાદાની અને જે વ્યકિતને તે એવાં અગ્નિશસ્ત્રો દારૂગોળો કે બીજા શસ્ત્રો વેચવા અથવા તબદીલ કરવા માંગતો હોય તેનાં નામ અને સરનામાની હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટને અથવા નજીકમાં નજીકના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને જાણ કરી હોય અને (બી) એવી માહિતી આપ્યા પછી પિસ્તાળીસ દિવસ કરતાં ઓછી ન હોય તેટલી મુદત પૂરી થઇ હોય
Copyright©2023 - HelpLaw