પ્રતિબંધિત શસ્ત્રો અથવા પ્રતિબંધિત દારૂગોળો સંપાદિત કરવાનું અથવા કબજામાં રાખવાનું અથવા બનાવવાનું અથવા વેચવાનો પ્રતિબંધ - કલમ:૭

પ્રતિબંધિત શસ્ત્રો અથવા પ્રતિબંધિત દારૂગોળો સંપાદિત કરવાનું અથવા કબજામાં રાખવાનું અથવા બનાવવાનું અથવા વેચવાનો પ્રતિબંધ

કોઇપણ વ્યકિતથી જો કેન્દ્ર સરકારે તેને આ અથૅ ખાસ અધિકૃત કરેલી ન હોય તો કોઇ પ્રતિબંધિત શસ્ત્રો અથવા પ્રતિબંધિત દારૂગોળો (એ) સંપાદિત કરી શકાશે નહિ અથવા પોતાના કબ્જામાં કે પોતાની સાથે રાખી શકાશે નહિ અથવા (બી) વાપરી બનાવી વેચી તબદીલ કરી રૂપાંતરીત કરી મરામત કરી પરીક્ષણ કરી કે અજમાવી બતાવી શકાશે નહિ અથવા (સી) વેચવા અથવા તબદીલ કરવા માટે ખુલ્લાં મૂકી શકાશે નહિ કે તેમા કરવાની દરખાસ્તે કરી શકાશે નહિ અથવા વેચાણ તબદીલી રૂપાંતર મરામત કે પરીક્ષણ માટે અથવા અજમાવી બતાવવા માટે પોતાના કબજામાં રાખી શકાશે નહિ.