
ઓખળ ચિન્હો વગરના અગ્નિશસ્ત્રોના વેચાણ અથવા તબદીલી ઉપર પ્રતિબંધ
(૧) કોઇપણ વ્યકિતથી અગ્નિશસ્ત્ર અથવા દારૂગોળો (સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૪૮ મુજબ અગ્નિશસ્ત્રના બદલે અગ્નિશસ્ત્ર અથવા દારૂગોળો શબ્દોનો ઉમેરો કરવામાં આવેલ છે.) ઉપર મુદ્રાંકિત કરેલું અથવા બીજી રીતે દશૅ વેિલું નામ નંબર અથવા બીજું ઓળખ ચિન્હ ભૂંસી નાખી શકાશે નહિ અથવા તેમાં ફેરફાર કરી શકાશે નહિ કે તેની ખોટી બનાવટ કરી શકાશે નહિ. (૨) કોઇપણ વ્યકિતથી જેના ઉપર કેન્દ્ર સરકારે માન્ય કરેલી રીતે મુદ્રાંકિત કરેલું અથવા બીજી રીતે દશાવેલું બનાવનારનું નામ બનાવનારને નંબર અથવા બીજું ઓળખ ચિન્હ ન હોય તેવું અગ્નિશસ્ત્ર વેચી કે તબદીલ કરી શકાશે નહિ. (૩) એવા નામ નંબર અથવા બીજા ઓળખ ચિન્હ વિનાનું અથવા જેના ઉપરથી એવું નામ નંબર અથવા બીજું ઓળખ ચિન્હ ભૂંસી કે કાઢી નાંખવામાં આવ્યું હોય તેમાં ફેરફાર કરવામાં આવ્યો હોય કે તેની ખોટી બનાવટ કરવામાં આવી હોય તેવું કોઇ અગ્નિશસ્ત્ર કોઇ વ્યકિતના કબજામાં હોય ત્યારે એથી વિરૂધ્ધ સાબિત ન થાય તો માની લેવામાં આવશે કે તેણે તે નામ નંબર અથવા બીજું ઓળખ ચિન્હ ભૂંસી કે કાઢી નાખ્યું છે તેમાં ફેરફાર કર્યો છે કે તેની ખોટી બનાવટ કરી છે. જોગવાઇ કરવામાં આવી છે કે જેના ઉપર એવું નામ નંબર અથવા બીજું ઓળખ ચિન્હ મુદ્રાંકિત કરેલું અથવા બીજી રીતે દશૅ।વેલું ન હોય એવું કોઇ અગ્નિશસ્ત્ર આ અધિનિયમના આરંભ વખતે તેના કબજામાં હોય તે વ્યકિતના સબંધમાં આ પેટા કલમની જોગવાઇઓનો અમલ આવા આરંભથી એક વર્ષે પૂરૂ ન થાય ત્યાં સુધી થશે નહિ.
Copyright©2023 - HelpLaw