યુવાનો અને અમુક બીજી વ્યકિતઓએ અગ્નિશસ્ત્રો સંપાદન કરવાનો કે તેનો કબ્જો ધરાવવાનો અથવા તેઓને અગ્નિશસ્ત્ર વેચવાનો કે તબદીલ કરવાનો પ્રતિબંધ - કલમ:૯

યુવાનો અને અમુક બીજી વ્યકિતઓએ અગ્નિશસ્ત્રો સંપાદન કરવાનો કે તેનો કબ્જો ધરાવવાનો અથવા તેઓને અગ્નિશસ્ત્ર વેચવાનો કે તબદીલ કરવાનો પ્રતિબંધ

(૧) આ અધિનિયમની પૂવૅવી જોગવાઇઓમાં ગમે તે મજકૂર હોય તે છતા (એ) કોઇપણ વ્યકિત (૧) એકવીસ વર્ષની ઉંમર પૂરી ન હોય તે વ્યકિતથી અથવા (૨) થયેલી સજા પૂરી  થયા પછી પાંચ વષૅની મુદત દરમ્યાન કોઇપણ વખતે કોઇ મુદત માટે હિંસા અથવા નૈતિક અધઃપતનના કોઇપણ ગુના માટે દોષિત ઠરતા જેને કેદની સજા થઇ હોય તેવી વ્યકિતથી અથવા (૩) શાંતિ જાળવવા અથવા સારી વતૅણુંક માટે ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ ના પ્રકરણ ૮ હેઠળ બોન્ડ આપવા જેને ફરમાવવામાં આવ્યું હોય તે વ્યકિતની બોન્ડની મુઘ્ન દરમ્યાન કોઇપણ વખતે કોઇ અગ્નિશસ્ત્ર અથવા દારૂગોળો સંપાદિત કરી શકાશે નહિ અથવા પોતાના કબ્જામાં કે પોતાની સાથે રાખી શકાશે નહિ. (બી) કોઇપણ વ્યકિત (૧) જે વ્યક્તિને કોઇ અગ્નિશસ્ત્ર અથવા પોતાના કબ્જામાં કે પોતાની સાથે રાખવાનો ખંડ (એ) હેઠળ પ્રતિબંધ હોવાનું અથવા (૨) જે વ્યકિત એવું વેચાણ અથવા તબદીલી અથવા એવી મરામત કે પરીક્ષણ કરતી વખતે અથવા અજમાવી બતાવતી વખતે અસ્થિર મગજની હોવાનું પોતે જાણતી હોય અથવા પોતાને માનવાને કારણ હોય તેવી બીજી કોઇ વ્યકિતને કોઇ અગ્નિશસ્ત્ર અથવા દારૂગોળો વેચી કે તબદીલ કરી શકાશે નહિ અથવા તેને માટે તેનું રૂપાંતર મરામત કે પરીક્ષણ કરી શકાશે નહિ અથવા તેને અજમાવી શકાશે નહિ. (૨) પેટા કલમ (૧)ના ખંડ (એ)ના પેટા ખંડ(૧)માં ગમે તે મજકૂર હોય ને છતાં ઠરાવેલી વય મર્યાદા સુધી પહોંચી હોય તે વ્યકિત એવા અગ્નિશસ્ત્રોના ઉપયોગની પોતાની તાલીમ દરમ્યાન ઠરાવવામાં આવે તે અગ્નિશસ્ત્રો ઠરાવેલી શરતોએ વાપરી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે જુદા જુદા પ્રકારના અગ્નિશસ્ત્રો સબંધી જુદી જુદી વય મયૅાદાઓ કરાવી શકાશે.