શસ્ત્રો વગેરેની આયાત અને નિકાસ માટેનું લાઇસન્સ - કલમ:૧૦

શસ્ત્રો વગેરેની આયાત અને નિકાસ માટેનું લાઇસન્સ

(૧) કોઇપણ વ્યકિતથી જો તે આ અર્થે આ અધિનિયમની અને તે હેઠળ કરેલા નિયમોની જોગવાઇઓ અનુસાર કાઢી આપેલું લાઇસન્સ ધરાવતી ન હોય તો કોઇ શસ્ત્રો અથવા દારૂગોળો સમુદ્ર જમીન અથવા હવાઇમાગૅ ભારતમાં લાવી કે ભારતની બહાર લઇ જઇ શકાશે નહિ જોગવાઇ કરવામાં આવી છે કે (એ) આ અધિનિયમની અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદાની રૂએ કોઇ શસ્ત્રો અથવા દારૂગોળો પોતાના કબ્જામાં રાખવા હકદાર હોય અથવા જેને આ અધિનિયમથી અથવા એવા બીજા કોઇ કાયદાથી તે કબ્જામાં રાખવાનો પ્રતિબંધ ન હોય તે વ્યકિત આ માટેના લાઇસન્સ વિના પોતાના ખાનગી ઉપયોગ માટે વાજબી જથ્થામાં એવા શસ્ત્રો અથવા દારૂગોળો ભારતમાં લાવી શકશે અથવા ભારતની બહાર લઇ જઇ શકશે. (બી) કેન્દ્ર સરકાર રાજપત્રમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને નિર્દિષ્ટ કરે તે દેશની કોઇ વ્યકિત જો ખરેખર પ્રવાસી હોય અને તેને કોઇ શસ્ત્ર અથવા દારૂગોળો પોતાની પાસે રાખવાનો તે દેશના કાયદાથી પ્રતિબંધ ન હોય તો તે વ્યકિત આ કલમ હેઠળના લાઇસન્સ વિના પણ ઠરાવવામાં આવે તે શરતોએ બીજા કોઇ હેતુસર નહિ પણ માત્ર શિકારના પોતાના ઉપયોગ માટે વાજબી જથ્થામાં શસ્ત્રો અને દારૂગોળો પોતાની સાથે ભારતમાં લાવી શકશે, સ્પષ્ટીકરણઃ પરંતુકના ખંડ (બી) ના હેતુઓ માટે પ્રવાસી એટલે આનંદ પ્રમોદના જોવાલાયક સ્થળો જોવાના અથવા કેન્દ્ર સરકાર બોલાવેલી બેઠકોમાં અથવા આંતરરાષ્ટ્રીય સંમેલનો સંસ્થાઓ અથવા બીજા મંડળોમાં પ્રતિનિધિની હેસિયતથી ભાગ લેવાના ઉદ્દેશથી જ છ મહિનાથી વધુ ન હોય તેવી મુદત માટે ભારતની મુલાકાત લેનાર ભારતની નાગરિક ન હોય તેવી વ્યકિત (૨) પેટા કલમ (૧) ના પરંતુકમાં ગમે તે મજકૂર હોય તે છતા કેન્દ્ર સરકારે આ અથૅ સતા આપેલા કસ્ટમ કમિશનરને અથવા બીજા કોઇ અધિકારીને તે પરંતુકનો ખંડ (એ) અથવા ખંડ (બી) પોતાને લાગુ પડે છે એવો દાવો કરનાર કોઇ વ્યકિતને તે પરંતુકનો તે ખંડ લાગુ પડવા અંગે અથવા તે ખંડમાં ઉલ્લેખાયેલી કોઇ વ્યકિતના કબજામાંના શસ્ત્રો અથવા દારૂગોળાના જથ્થાના વાજબીપણા અંગે અથવા એવા શસ્ત્રો અથવા દારૂગોળાનો તે વ્યકિત કેવા ઉપયોગ કરી શકે તે અંગે કંઇ શંકા હોય તો તેના સબંધમાં કેન્દ્ર સરકારનો હુકમ ન મળે ત્યાં સુધી તે વ્યકિત કબજામાના શસ્ત્રો અથવા દારૂગોળો તે અટકમાં રાખી શકશે. (૩) ભારતના એક ભાગમાંથી બીજા ભાગમાં સમુદ્ર અથવા હવાઇ માર્ગે અથવા ભારતનો ભાગ ન હોય તેવા કોઇ વચમાં આવતો પ્રદેશ ઓળંગીને લઇ જવામાં આવેલા શસ્ત્રો અને દારૂગોળો આ કલમના અથૅ પ્રમાણે ભારતની બહાર લઇ જવામાં આવ્યાં છે અથવા ભારતની અંદર લાવવામાં આવ્યા છે એમ ગણાશે.