
શસ્ત્રોની હેરફેર ઉપર નિયંત્રણ અથવા પ્રતિબંધ મુકવાની સતા
(૧) કેન્દ્ર સરકાર રાજપત્રમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને (એ) આદેશ કરી શકશે કે કોઇ વ્યકિતથી જો તે આ અથૅ આ અધિનિયમની અને તે હેઠળ કરેલા નિયમોની જોગવાઇઓ અનુસાર કાઢી આપેલું લાઇસન્સ ધરાવતી ન હોય તો જાહરેનામામાં નિદિષ્ટ કરવામાં આવે તે વગો અને પ્રકારોનાં શસ્ત્રો અથવા દારૂગોળાની ભારત અથવા તેના કોઇ ભાગ ઉપર થઇને હેરફેર કરી શકાશે નહિ અથવા (બી) આવી હેરફેર ઉપર સંપૂણૅ પ્રતિબંધ મૂકી શકશે (૨) ભારતના કોઇ બંદરેથી અથવા હવાઇ મથકેથી હેરફેર કરેલા શસ્ત્રો અથવા દારૂગોળાની આ કલમના અથૅ મુજબ હેરફેર થઇ છે એમ ગણાશે.
Copyright©2023 - HelpLaw