લાઇસન્સો આપવા બાબત - કલમ:૧૩

લાઇસન્સો આપવા બાબત

(૧) પ્રકરણ ૨ હેઠળ લાઇસન્સ આપવા માટેની અરજી ઠરાવવામાં આવે તે નમૂનામાં તેવી વિગતો ને ફી સાથે લાઇસન્સ અધિકારીને કરવી જોઇશે. (૨) અરજી મળે એટલે લાઇસન્સ અધિકારી નજીકમાં નજીકના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીનો તે અરજી અંગે રિપોટૅ મંગાવશે અને એવા અધિકારી ઠરાવેલા સમયની અંદર તેનો રિપોટૅ મોકલશે. (૨-એ) લાઇસન્સ અધિકારી પોતાને જરૂરી જણાય તેવી તપાસ કોઇ હોય તો તે કય। પછી અને પેટા કલમ (૨) હેઠળ મળેલા રિપોર્ટ ઉપર વિચારણા કર્યું। પછી આ પ્રકરણની બીજી જોગવાઇઓને અધીન રહીને લેખિત હુકમથી લાઇસન્સ આપશે અથવા આપવાની ના પાડશે જોગવાઇ કરવામાં આવી છે કે નજીકમાં નજીકના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી અરજી અંગેનો તેનો રિપોર્ટે ઠરાવેલા સમયની અંદર મોકલે નહિ ત્યારે લાઇસન્સ અધિકારી પોતાને યોગ્ય લાગે તો ઠરાવેલો સમય પૂરો થયા પછી તે રિપોટૅ માટે વધુ સમય માટે વધુ રાહ જોયા વિના હુકમ કરી શકશે. (૩) લાઇસન્સ અધિકારી (એ) નીચેના સંજોગોમાં કલમ ૩ હેઠળ લાઇસન્સ આપશે (૧) રક્ષણ માટે અથવા શિકાર માટે વાપરવાની વીસ ઇંચ લંબાઇથી ઓછી ન હોય તેવી નાળવાળી સ્મુધ બોરગર માટે કે ખરેખર પાક રક્ષણ માટે ઉપયોગમાં લેવાની મઝલ લોડિંગ ગન માટે ભારતના નાગરિકને લાઇસન્સ જોઇતુ હોય તયારે જોગવાઇ કરવામાં આવી છે કે કોઇ દાખલામાં સંજોગો ધ્યાનમાં લેતા લાઇસન્સ અધિકારીને એવી ખાતરી થાય કે મઝલ લોડિંગ ગન પાક રક્ષણ માટે પૂરતી થશે નહિ ત્યારે લાઇસન્સ અધિકારી આવા રક્ષણ માટે ઉપર રહ્યા પ્રમાણેની કોઇ બીજી સ્મૂધ બોરગન અંગે લાઇસન્સ આપી શકશે અથવા (૨) કેન્દ્ર સરકાર લાઇસન્સ આપેલ અથવા માન્ય કરેલા રાઇફલ કલબ અથવા રાઇફલ એસોસિયેશનના સભ્યને લક્ષ્ય વીંધવા માટે વાપરવાની અગ્નિશસ્ત્ર માટે લાઇસન્સ જોઇતું હોય ત્યારે (બી) પોતાને એવી ખાતરી થાય કે લાયસન્સ માંગનારને કલમ-૩ હેઠળનું લાઇસન્સ મેળવવા માટે સબળ કારણ છે તો બીજા દાખલામાં એવું લાઇસન્સ અથવા તેને કલમ-૪ કલમ-૫ કલમ-૬ કલમ-૧૦ કે કલમ ૧૨ હેઠળનું લાઇસન્સ મેળવવા માટે સબળ કારણ છે તો તેવું લાઇસન્સ આપી શકશે.