
લાઇસન્સો આપવાની ના પાડવા બાબત
(૧) કલમ ૧૩માં ગમે તે મજકૂર હોય તે છતાં લાઇસન્સ અધિકારી નીચેના સંજોગોમાં લાઇસન્સ આપવાની ના પાડશે (એ) કોઇ પ્રતિબંધિત શસ્ત્રો અથવા પ્રતિબંધિત દારૂગોળા માટે કલમ ૩ કલમ ૪ અથવા કલમ ૫ હેઠળનું લાઇસન્સ જોઇતુ હોય ત્યારે એવું લાઇસન્સ (બી) બીજાં કોઇ દાખલામાં નીચે પ્રમાણે હોય ત્યારે પ્રકરણ ૨ હેઠળનું લાઇસન્સ (૧) લાઇસન્સ અધિકારીને એમ માનવાને કારણ હોય કે એવું લાઇસન્સ (૧) જેને કોઇ શસ્ત્રો અથવા દારૂગોળો સંપાદિત કરવા પોતાના કબ્જામાં કે પોતાની સાથે રાખવા માટે આ અધિનિયમથી અથવા તે સમયે અમલમાં હોય તેવા કોઇ બીજા કાયદાથી પ્રતિબંધ હોય અથવા (૨) જે અસ્ચિર મગજની હોય અથવા (૩) જે આ અધિનિયમ હેઠળ લાઇસન્સ માટે કોઇપણ કારણસર અયોગ્ય હોય એવી વ્યકિતને જોઇએ છે ત્યારે અથવા (૨) જાહેર શાંતિ જાળવવા માટે અથવા જાહેર સલામતી માટે લાઇસન્સ અધિકારી એવું લાઇસન્સ આપવાની ના પાડવાનું જરૂરી ગણે ત્યારે (૨) કોઇ વ્યકિત પયૅ પ્ત મિલકતની માલિકી અથવા કબજો ધરાવતી ન હોય એ જ ન કારણસર લાઇસન્સ અધિકારીથી તેને લાઇસન્સ આપવાની ના પાડી શકાશે નહિ (3) લાઇસન્સ અધિકારી કોઇ વ્યકિતને લાઇસન્સ આપવાની ના પાડે ત્યારે તેણે ના પાડવા માટેના કારણોની લેખિત નોંધ કરવી જોઇશે અને માંગણી થતાં તે વ્યકિતને તેનું એક ટૂંક નિવેદન પુરૂ પાડવું જોઇશે સિવાય કે કોઇપણ દાખલામાં લાઇસન્સ અધિકારીનો એવો અભિપ્રાય થાય કે એવું નિવેદન પૂરૂ પાડવાનું જાહેર હિતમાં નથી.
Copyright©2023 - HelpLaw