
લાઇસન્સની મુદત અને તે તાજું કરવા બાબત
(૧) કલમ ૩ હેઠળનું લાઇસન્સ જો તેને પહેલું રદ કરવામાં ન આવે તો જે તારીખે તે આપવામાં આવ્યું હોય તે તારીખથી પાંચ વષૅની મુદત ( સન ૨૦૧૯ નો અધિનિયમ ક્રમાંક ૪૮ મુજબ ત્રણ વષૅની મુદત ની જગ્યાએ પાંચ વષૅની મુદત કરવામાં આવેલ છે.) માટે અમલમાં રહેશે. જોગવાઇ કરવામાં આવી છે કે જેને એવું લાઇસન્સ જોઇતું હોય તે વ્યકિત ટૂંકી મુદત માટે લાઇસન્સ મેળવવા ઇચ્છતી હોય તો અથવા લાઇસન્સ અધિકારી કોઇ દાખલામાં લેખિત કારણોસર એમ માનતા હોય તે લાઇસન્સ ટૂંકી મુદત માટે આપવું જોઇએ તો તેઓ ટૂંકી મુદત માટે લાઇસન્સ આપી શકશે. વધુમાં જોગવાઇ કરવામાં આવે છે કે કલમ ૩ હેઠળ આપવામાં આવતા પરવાના કલમ ૯ની પેટા કલમ (૧) ના ખંડ (૨) અને (૩)ને આધીન રહેશે અને પરવાનેદારે પરવાનો મળ્યા કે રિન્યુ કર્યાની તારીખથી દર પાંચ વષૅ સતા સમક્ષ પરવાના ઉપરાંત અગ્નિશસ્ત્ર કે દારૂગોળો અને તેની સાથે જોડાયેલા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. (૨) પ્રકરણ રની બીજી કોઇ જોગવાઇ હેઠળનું લાઇસન્સ જો તેને વહેલું રદ કરવામાં ન આવે તો જે તારીખે તે આપવામાં આવે તે તારીખથી લાઇસન્સ અધિકારી દરેક દાખલામાં નકકી કરે તે મુદત માટે અમલમાં રહેશે. (૩) લાઇસન્સ અધિકારી કોઇ દાખલામાં લેખિત કારણોસર બીજો કોઇ નિણૅય ન લે તો જેટલી મુદત માટે લાઇસન્સ પ્રથમ આપવામાં આવ્યું હોય તેટલી મુદત માટે દરેક લાઇસન્સ તાજું કરી શકાશે અને વખતોવખત તે એવી રીતે તાજું કરી શકાશે અને કલમો ૧૩ અને ૧૪ની જોગવાઇઓ લાઇસન્સ આપવાને લાગુ પડે છે તે જ પ્રમાણે લાઇસન્સ તાજું કરવાને પણ લાગુ પડશે.
Copyright©2023 - HelpLaw