લાઇસન્સ માટેની ફી વગેરે - કલમ:૧૬

લાઇસન્સ માટેની ફી વગેરે

લાઇસન્સ ભરવાની ફી તે આપવા અથવા તાજુ કરી આપવા માટેના શરતો અને નમૂનો ઠરાવવામાં આવે તેવા રહેશે. જોગવાઇ કરવામાં આવી છે કે લાઇસન્સના જુદા જુદા પ્રકારો માટે જુદી જુદી ફી જુદી જુદી શરતો અને જુદા જુદા નમૂના ઠરાવી શકાશે. વધુમાં એવી જોગવાઇ કરવામાં અવી છે કે ઠરાવેલી શરતો ઉપરાંત લાઇસન્સમાં લાઇસન્સ અધિકારીને કોઇ ખાસ દાખલામાં જરૂરી લાગે તેવી બીજી શરતો મૂકી શકાશે.