લાઇસન્સ વગેરે રજુ કરવાની માંગણી કરવાની સતા - કલમ:૧૯

લાઇસન્સ વગેરે રજુ કરવાની માંગણી કરવાની સતા

(૧) કોઇ પોલીસ અધિકારી અથવા કેન્દ્ર સરકારે આ માટે ખાસ સતા આપેલા બીજા કોઇ અધિકારી કોઇ શસ્ત્રો અથવા દારૂગોળો સાથે લઇ જતી વ્યકિત પાસે તેનું લાઇસન્સ રજૂ કરવાની માંગણી કરી શકશે. (૨) જેની પાસે માંગણી કરવામાં આવે તે વ્યકિત લાઇસન્સ રજૂ કરવાની ના પાડે અથવા રજૂ ન કરે અથવા એવાં શસ્ત્રો અથવા દા ગોળો લાઇસન્સ વિના સાથે રાખવા માટે આ અધિનિયમથી અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદાની રૂએ પોતે હકદાર છે એમ દશૅ ાવવાની ના પાડે અથવા ન દશૅ।વે તો સબંધિત અધિકારી તેને પોતાના નામ અને સરનમું આપવા ફરમાવી શકશે અને જો એવા અધિકારીને જરૂરી જણાય તો તે વ્યકિતએ સાથે રાખ્યા હોય તે શસ્ત્રો અથવા દારૂગોળો તેની પાસેથી તે કબ્જે લઇ શકશે. (૩) જો તે વ્યકિત પોતાના નામ અને સરનામું આપવાની ના પાડે અથવા સબંધિત અધિકારીને એવો શક જાય કે તે વ્યકિત ખોટુ નામ અથવા સરનામું આપે છે અથવા નાસી જવાનો ઇરાદો રાખે છે તો તે અધિકારી વિના વોરંટે તેની ધરપકડ કરી શકશે.