
શંકાસ્પદ સંજોગોમાં શસ્ત્રો વગેરે લઇ જતી વ્યકિતઓની ધરપકડ
કોઇ વ્યકિત લાઇસન્સવાળા કે લાઇસન્સ વગરના શસ્ત્રો અથવા દારૂગોળો એવી રીતે અથવા એવા સંજોગોમાં સાથે રાખતી અથવા લઇ જતી માલૂમ પડે કે તે શસ્ત્રો અથવા દારૂગોળો કોઇ કાયદા વિરૂધ્ધના હેતુ માટે વાપરવાના ઇરાદાથી અથવા વાપરવામાં આવે તે માટે તેણે સાથે રાખ્યાં છે અથવા રાખી રહી છે એવો શક લાવવાને વાજબી કારણ મળે તો કોઇ મેજિસ્ટ્રેટ કોઇ પોલીસ અધિકારી અથવા કોઇ રાજય સેવક અથવા કોઇ રેલવે વિમાન વહાણ વાહન અથવા લાવવા લઇ જવા માટેના કોઇ બીજા સાધનો ઉપર કામે રાખેલી અથવા કામ કરતી કોઇપણ વ્યકિત તેની વિના વોરંટે ધરપકડ કરી શકશે અને તેની પાસેથી તેવી શસ્ત્રો અથવા દારૂગોળો કબ્જે કરી શકશે.
Copyright©2023 - HelpLaw