કબ્જો કાયદેસરનો ન રહે ત્યારે શસ્ત્રો વગેરે જમા કરાવી દેવા બાબત - કલમ:૨૧

 કબ્જો કાયદેસરનો ન રહે ત્યારે શસ્ત્રો વગેરે જમા કરાવી દેવા બાબત

(૧) લાઇસન્સની મુદત પુરી થયાને અથવા લાઇસન્સ મોકુફ રખાયાને અથવા તે રદ થયાને અથવા કલમ ૪ હેઠળ કોઇ જાહેરનામું કાઢવાને પરિણામે અથવા બીજા કોઇ કારણે કોઇ શસ્ત્રો અથવા દારૂગોળાના કબજો કાયદેસરનો ન રહે ત્યારે એવાં શસ્ત્રો અથવા દારૂગોળો જેના કબ્જામાં હોય તે વ્યકિતએ બિન જરૂરી વિલંબ કર્યું વિના નજીકમાં નજીકના પોલીસ મથકના ઇન્ચાજૅ અધિકારી પાસે અથવા ઠરાવવામાં આવે તે શરતોને આધિન રહીને કોઇ લાઇસન્સ ધરાવનાર વારી પાસે અથવા જો એવી વ્યકિત સંધના સશસ્ત્ર દળની સભ્ય હોય તો યુનિટ શસ્ત્રાગારમાં તે શસ્ત્રો અથવા દારૂગોળો જમા કરાવવો જોઇશે. સ્પષ્ટીકરણ:- આ પેટા કલમમાં યુનિટ શસ્ત્રાગારમાં ભારતીય નૌકાદળના કોઇ વહાણ અથવા મથકના શસ્ત્રાગારનો સમાવેશ થાય છે. (૨) પેટા કલમ (૧) હેઠળ શસ્ત્રો અથવા દારૂગોળો જમા કરાવવામાં આવેલ હોય ત્યારે જમા કરાવનાર અથવા તે મૃત્યુ પામ્યો હોય તો તેનો કાયદેસરનો પ્રતિનિધિ કરાવવામાં આવે તે મુદત પૂરી થાય તે પહેલા ગમે તે સમયે (એ) આ અધિનિયમ અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદાની રૂએ એ રીતે મા કરાવેલી વસ્તુ પોતાના કબજામાં રાખવા હકદાર બનતાં તે પાછી મેળવવા હકદાર થશે. અથવા (બી) આ અધિનિયમ અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદાની રૂએ એ રીતે જમા કરાવેલી વસ્તુ પોતાના કબજામાં રાખવા હકદાર હોય અથવા આ અધિનિયમથી કે એવા બીજા કાયદાથી જેને તે વસ્તુ કબજામાં રાખવાનો પ્રતિબંધ ન હોય એવી વ્યકિતજોગ વેચાણ કરીને કે બીજી રીતે તે વસ્તુનો નિકાલ કરવા અથવા નિકાલ કરવાનો અધિકાર આપવા અને તેવો કોઇ નિકાલ થતા ઉપજેલી કિંમત મેળવવા હકદાર થશે. જોગવાઇ કરવામાં આવી છે કે આ પેટા કલમના કોઇપણ મજકૂરથી કલમ ૩૨ હેઠળ જે વસ્તુ જપ્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો હોય તે પાછી આપવાનો અથાવ તેનો નિકાલ કરવાનો અધિકાર મળે છે એમ ગણાશે નહિ. (૩) જમા કરાવેલ હોય અને પેટા કલમ (૨)માં દૉવેલી મુતની અંદર તે કલમ હેઠળ પાછી મળી ન હોય અથવા જેનો નિકાલ થયો ન હોય એવી તમામ વસ્તુઓ જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમથી સરકાર દાખલ થશે. જોગવાઇ કરવામાં આવી છે કે લાઇસન્સ મોકુફ રાખવામાં આવ્યું હોય ત્યારે મોકૂફીની મુદત દરમ્યાન લાઇસન્સમાં બતાવેલી વસ્તુ અંગે સરકાર દાખલ કરવાનો એવો કોઇ હુકમ કરી શકાશે નહિ. (૪) પેટા કલમ (૩) હેઠળ હુકમ કરતા પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટ જમા કરાવનાર વ્યકિત ઉપર અથવા તે મૃત્યુ પામી હોય તો તેના કાયદેસરના પ્રતિનિધિ ઉપર ઠરાવેલી રીતે લેખિત નોટીશ બજાવીને નોટીશ બજયાની તારીખથી ત્રીસ દિવસની અંદર નોટીશમાં નિર્દિષ્ટ કરેલી વસ્તુઓ શા માટે સરકાર દાખલ ન કરવી તેનું કારણ દર્શાવવા તેને ફરમાવશે. (૫) જમા કરાવનારે અથવા યથાપ્રસંગ તેના કાયદેસરના પ્રતિનિધિએ કોઇ કારણ દર્શાવ્યું હોય તો તે વિચારણામાં લીધા પછી જિલ્લા મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તેવો હુકમ કરશે. (૬) સરકાર દાખલ કરેલી વસ્તુઓ અથવા તેનો નિકાલ થતા ઉપજેલી કિમંત સરકાર ગમે તે સમયે જમા કરાવનારને અથવા તેના કાયદેસરના પ્રતિનિધિને પૂર્ણતઃ અથવા અંશતઃ પાછી આપી શકશે.