
મેજિસ્ટ્રેટ દ્રારા ઝડતી લેવા અને કબજે લેવા બાબત
(૧) કોઇ મેજિસ્ટ્રેટને એમ માનવાને કારણ હોય કે (એ) પોતાની હકૂમતની સ્થાનિક હદની અંદર રહેતી કોઇ વ્યકિતના કબ્જામાં કાયદા વિરૂધ્ધના કોઇ હેતુ માટે કોઇ શસ્ત્રો અથવા દારૂગોળો છે. અથવા (બી) જાહેર શાંતિ અથવા સલામતીને ભયમાં મૂકયા વિના એવી વ્યકિતને કોઇ શસ્ત્રો અથવા દારૂગોળો કબજામાં રાખવા દઇ શકાય નહિ. ત્યારે તે મેજિસ્ટ્રેટ પોતાની એવી માન્યતાના કારણોની લેખિત નોંધ કયૅ પછી તે વ્યકિતના ભોગવટામાં હોય તેવા અથવા જેમા મેજિસ્ટ્રેટને એમ માનવાને કારણ હોય કે જયાં એવા શસ્ત્રો અથવા દારૂગોળો છે અથવા જેમાંથી તે મળી આવે તેમ છે તેવા મકાન અથવા જગાની ઝડતી કરાવી શકશે અને તે વ્યકિત આ અધિનિયમથી કે તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદાથી તેવાં શસ્ત્રો અથવા દારૂગોળો પોતાના કબજામાં રાખવા હકદાર હોય તો પણ તેવા શસ્ત્રો અથવા દારૂગોળો કબજે લેવા લેવડાવી પોતાને જરૂરી લાગે તેટલી મુદત સુધી સલામત કસ્ટડીમાં રાખી શકશે.
Copyright©2023 - HelpLaw