કેન્દ્ર સરકારના હુકમો હેઠળ કબજે લેવા અને અટકાયતમાં રાખવા બાબત - કલમ:૨૪

કેન્દ્ર સરકારના હુકમો હેઠળ કબજે લેવા અને અટકાયતમાં રાખવા બાબત

કોઇ વ્યકિત આ અધિનિયમ અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદાની રૂએ કોઇ શસ્ત્રો અથવા દારૂગોળો પોતાના કબ્જામાં રાખવા હકદાર હોય તે છતાં કેન્દ્ર સરકાર ગમે તે સમયે તેના કબ્જામાંના શસ્ત્રો અથવા દારૂગોળો કબ્જે લેવા . હુકમ કરી શકશે અને જાહેર શાંતિ અને સલામતી માટે પોતાને જરૂરી લાગે તેટલી મુદત સુધી તે શસ્ત્રો અથવા દારૂગોળો અટકાયતમાં રાખી શકશે.