
અશાંત વિસ્તારોમાંના જાહેર સ્થળોમાં અથવા તેમા થઇને જાહેર કરેલા શસ્ત્રો લઇ જવા ઉપર પ્રતિબંધ વગેરે
(૧) કેન્દ્ર સરકારને એવી ખાતરી થાય કે કોઇપણ વિસ્તારમાં જાહેર શાંતિ અને સુલેહને વ્યાપક પ્રમાણમાં ખલેલ પહોંચે તેમ છે અથવા આવી રીતે ખલેલ પહોંચવાનો તત્કાળ ભય છે અને એવા વિસ્તારમાં શસ્ત્રોનો ઉપયોગ કરીને થતા ગુના અટકાવવા માટે તેમ કરવાનું જરૂરી અથવા ઇષ્ટ છે ત્યારે કેન્દ્ર સરકાર રાજપત્રમાં જાહેરાત માંથી (એ) આવા વિસ્તારના હો નિર્દિષ્ટ કરી શકશે. (બી) એવો આદેશ આપી શકશે કે જાહેરનામામાં નિદિષ્ટ કરેલી મુદત (જે મુદત રાજપત્રમાં જાહેરનામાની પ્રસિધ્ધિની તારીખ પછી બીજા દિવસ કરતા વહેલી ન હોય તેવી તારીખથી શરૂ થતી મુદત હોવી જોઇશ તે) દરમ્યાન જાહેરનામામાં નિદિષ્ટ કરવામાં આવે તેવા પ્રકારના કોઇ શસ્ત્ર (તેવી રીતે નિર્દિષ્ટ કરેલા શસ્ત્રો જેનો આ કલમમાં હવે પછી જાહેર કરેલા શસ્ત્રો તરીકે ઉલ્લેખ કયૅ છે તે) એવા વિસ્તારમાંના કોઇ જાહેર સ્થળમાં થઇને કોઇ વ્યકિત લઇ જઇ શકશે નહિ અથવા અન્યથા પોતાના કબજામાં રાખી શકશે નહિ. (સી) જાહેરનામામાં નિદિષ્ટ કરવામાં આવે તેવા કેન્દ્ર સરકાર અથવા રાજય સરકારના તાબાના કોઇ અધિકારીને નીચેની બાબતો કરવાનો અધિકાર આપી શકશે. (૧) જો એવા અધિકારીને એમ માનવાને કારણ હોય કે એવા વિસ્તારમાંની કોઇ જાહેર જગામાંની અથવા તેમાંથી પસાર થતી કોઇ વ્યકિતએ કોઇપણ જાહેર કરેલા શસ્ત્રો છુપાવ્યા છે અથવા એવા વિસ્તારમાંની અથવા તેનો ભાગ બનતી કોઇપણ જગામાં અથવા એવા વિસ્તારમાંથી પસાર થતા કોઇપણ પ્રાણી અથવા વહાણ અથવા વહાણમાં અથવા ગમે તે પ્રકારના કોઇ બારદાન અથવા અન્ય પાત્રમાં છુપાવ્યા છે તો તેવી વ્યકિતની અથવા તેવી જગાની અથવા તેવી પ્રાણીની અથવા તેવા વહાણ વાહન અથવા અન્ય માલ વાહનની અથવા અન્ય માલ વાહનની અથવા તેવા બારદાન અથવા અન્ય પાત્રની જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલી મુદત દરમ્યાન કોઇપણ સમયે ઝડતી લેવાનો (૨) જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલી મુદત દરમ્યાન કોઇપણ સમયે એવા વિસ્તારમાં કોઇ વ્યકિતથી જાહેર સ્થળમાં થઇને અથવા જાહેર સ્થળે લઇ જવાતાં અથવા અન્યથા તેના કબજામાંના અથવા પેટા ખંડ (૧) હેઠળ ઝડતી દ્રારા શોધી કાઢેલા જાહેર કરેલા કોઇપણ શસ્ત્રો કબજે લેવા માટે અને જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલી મુદત દરમ્યાન તે શસ્ત્રો અટકાવી રાખવાનો (૨) કોઇપણ વિસ્તારના સંબંધમાં પેટા કલમ (૧) હેઠળ બહાર પાડેલા જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલી મુદત પ્રથમ તબકકે નેવું દિવસ કરતા વધવી જોઇશે નહિ. પરંતુ કેન્દ્ર સરકારના અભિપ્રાય મુજબ તેવા વિસ્તારમાં પેટા કલમ (૧) માં જાણાવ્યા પ્રમાણે જાહેર શાંતિ અને સુલેહને ખલેલ પહોંચવાનુ અથાવ તેનો તત્કાળ ભય હોવાનું ચાલુ રહે છે અને તે વિસ્તારમાં શસ્ત્રોનો ઉપયોગ કરીને થતા ગુના અટકાવવાનું જરૂરી અને ઇષ્ટ છે તો તે સરકાર એવી મુદત કોઇપણ સમયે એકી સાથે નેવું દિવસ કરતાં વધારે ન હોય તેટલી મુદત સુધી વખતો વખત લંબાવવાને એવું જાહેરનામું સુધારી શકશે. (૩) ઝડતી અને જપ્તીની લગતી ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ની જોગવાઇઓ શકય હોય તેટલે સુધી પેટા કલમ (૧) હેઠળ કરેલી કોઇ ઝડતી અથવા જપ્તીને લાગુ પડશે. (૪) આ કલમના હેતુ માટે (એ) શસ્ત્રો માં દારૂગોળાનો સમાવેશ થાય છે. (બી) જાહેર સ્થળ એટલે લોકોનો કોઇ ભાગ જેનો ઉપયોગ કરવા માગતા હોય અથવા જયાં લોકો અવરજવર કરી શકતા હોય તેવું કોઇ સ્થળ અને (સી) પેટા કલમ (૧) હેઠળ મૂળથી જ બહાર પાડેલા જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલી મુદત પેટા કલમ (૨) હેઠળ લંબાવવામાં આવી હોય ત્યારે તેવા જાહેરનામાના સબંધમાં જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલી મુદત અંગેના પેટા કલમ (૧) માંના ઉલ્લેખોનો અથૅ તેવી રીતે લંબાવેલી મુદતના ઉલ્લેખો તરીકે કરવો.
Copyright©2023 - HelpLaw