
કેટલાક ગુના માટે શિક્ષા (સને ૨૦૧૯નો અધિનિયમ ક્રમાંક ૪૮ મુજબ સુધારો કરવામાં આવેલ છે.)
૨૫(૧) જે કોઇ વ્યકિત (એ) કલમ ૫ નું ઉલ્લંઘન કરીને કોઇ શસ્ત્રો અથવા દારૂગોળો ઉત્પાદિત કરે મેળવે પ્રાપ્ત કરે વેચે તબદીલ કરી રૂપાંતરિત કરે તેની મરામત કરે તેનું પરીક્ષણ કરે અથવા તે અજમાવી બતાવે અથવા વેચવા કે તબદીલ કરવા માટે ખુલ્લા મુકે અથવા અજમાવી બતાવવા તેને પોતાના કબજામાં રાખે અથવા (બી) કલમ ૬નું ઉલ્લંઘન કરીને કોઇ અગ્નિશસ્ત્રની નાળ ટુંકાવે અથવા શસ્ત્ર નિયમો ૨૦૧૬માં ઉલ્લેખાયેલા વગૅમાંના અગ્નિશસ્ત્રોમાંથી અન્ય કોઇપણ વગૅના અગ્નિશસ્ત્રમાં રૂપાંતરિત કરે અથવા (સી) રદ થયેલ છે. (ડી) કલમ ૧૧ નું ઉલ્લંઘન કરીને કોઇ વગે અથવા પ્રકારના કોઇ શસ્ત્રો અથવા દારૂગોળો ભારતમાં લાવે અથવા ભારતની બહાર લઇ જાય તે વ્યકિતને શિક્ષાઃ- (( સાત વર્ષ કરતાં ઓછી ન હોય તેટલી પણ આજીવન કેદ સુધી લંબાવી શકાય તેવી કેદની શિક્ષા થઇ શકશે. તેમજ તે દંડને પણ પાત્ર થશે.)) ૨૫(૧-એ) કલમ ૩નું ઉલ્લંઘન કરીને કોઇ પ્રતિબંધિત શસ્ત્રો અથવા દારૂગોળો સંપાદિત કરે અથવા પોતાના કબજામાં કે પોતાની સાથે રાખે શિક્ષાઃ- (( તેવી કોઇપણ વ્યકિત ને સાત વષૅ કરતા ઓછી ન હોય તેટલી પણ ચૌદ વષૅ સુધી લંબાવી શકાય તેવી કેદની શિક્ષાને પાત્ર થશે. )) જોગવાઇ કરવામાં અવી છે કે કોઇ પૂરતા અને ખાસ કારણો ચૂકાદામાંથી દશૅાવી જો કોટૅ સાત વષૅ કરતા ઓછી સમયનો કેદ ફરમાવે તેને આધીન ૨૫(૧-એબી) જે કોઇપણ બળ પ્રયોગ કરી પોલીસ અથવા સશસ્ત્ર દળ પાસેથી અગ્નિશસ્ત્ર આંચકી લે તેશિક્ષાઃ- (( દસ વર્ષથી ઓછી ન હોય તેવી કેદની સજાને પાત્ર બનશે પણ જેનો સમય આજીવન કેદ સુધી લંબાવી શકાશે અને દંડને પાત્ર પણ બનશે. )) ૨૫(૧-એએ) કલમ ૭ નું ઉલ્લંઘન કરીને કોઇ પ્રતિબંધિત શસ્ત્રો અથવા પ્રતિબંધિત દારૂગોળો સંપાદિત કરે પોતાના કબજામાં રાખે કે લઇ જાય અથવા બનાવે વેચે તબદીલ કરે રૂપાંતરિત કરે તેને મરામત કરે તેનું પરીક્ષણ કરે અથવા તે અજમાવી બતાવે અથવા વેચવા કે તબદીલ કરવા માટે ખુલ્લા મૂકે અથવા તેમ કરવાની દરખાસ્ત કરે અથવા વેચાણ તબદીલી રૂપાંતર મરામત પરીક્ષણ અથવા અજમાવી બતાવવા માટે પોતાના કબજામાં રાખે શિક્ષાઃ- (( તેવી કોઇપણ વ્યકિત ને દસ વષૅ કરતા ઓછી ન હોય તેટલી પણ આજીવન કેદની શિક્ષાને પાત્ર થશે અને દંડની પણ પાત્ર થશે. )) ૨૫(૧-એએએ) જે કોઇ વ્યકિત કલમ ૨૪-એ હેઠળ બહાર પાડેલા જાહેરનામાંનું ઉલ્લંઘન કરીને કોઇપણ શસ્ત્રો અથવા દારૂગોળો કબજામાં રાખે અથવા કલમ ૨૪-બી હેઠળ કાઢેલા જાહેરનામાંનુ ઉલ્લંઘન કરીને તેવા શસ્ત્રો દારૂગોળો લઇ જાય અથવા અન્યથા પોતાના કબજામાં રાખે. શિક્ષાઃ- (( તે વ્યકિત ત્રણ વષૅ કરતા ઓછી ન હોય તેટલી પણ સાત વર્ષ સુધીની કેદની શિક્ષાને પાત્ર અને દંડને પણ પાત્ર થશે. )) ૨૫(૧-બી) જે કોઇ વ્યકિત (એ) કલમ ૩ નુ ઉલ્લંઘન કરીને કોઇ અગ્નિશસ્ત્ર અથવા દારૂગોળો પોતાના કબજામાં રાખે અથવા લઇ જાય અથવા (બી) કલમ ૪ નું ઉલ્લંઘન કરીને તે કલમ હેઠળના જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલા વર્ગ અથવા પ્રકારના કોઇ શસ્ત્રો તે જાહેરનામાંથી નિર્દિષ્ટ કરેલી કોઇ જગામાં સંપાદિત કરે પોતાના કબ્જામાં રાખે અથવા લઇ જાય અથવા (સી) કલમ ૮ ની પેટા કલમ (૨) થી ઠરાવ્યા પ્રમાણે જેની ઉપર બનાવનારનું નામ બનાવનારને નંબર અથવા બીજુ ઓળખ ચિન્હ મુદ્રાંકિત કરેલ અથવા બીજી રીતે દશૅવેલ ન હોય તેવા કોઇ અગ્નિશસ્ત્રો વેચે અથવા તબદીલ કરે અથવા તે કલમની પેટા કલમ (૧)નું ઉલ્લંઘન કરીને કોઇ કૃત્ય કરે અથવા (ડી) કલમ ૯ની પેટા કલમ (૧) ના ખંડ (એ) ના પેટા ખંડ (૨) અથવા પેટા ખંડ (૩) જેને લાગુ પડતો હોય તેવી વ્યકિત હોઇને તે કલમનું ઉલ્લંઘન કરીને કોઇ અગ્નિશાસ્ત્ર અથવા દારૂગોળો સંપાદિત કરે પોતાના કબજામાં રાખે અથવા લઇ જાય અથવા (ઇ) કલમ ૯ ની પેટા કલમ (૧) ના ખંડ (બી) નું ઉલ્લંઘન કરીને કોઇ શસ્ત્ર અથવા દારૂગોળો વેચે કે તબદીલ કરે અથવા તેનું રૂપાંતર કરે તેનું પરીક્ષણ કરે અથવા તે અજમાવી બતાવે અથવા (એફ) કલમ ૧૦ નું ઉલ્લંઘન કરીને કોઇ શસ્ત્રો અથવા દારૂગોળો ભારતમાં લાવે અથવા ભારતની બહાર લઇ જાય અથવા (જી) કલમ ૧૨ નું ઉલ્લંઘન કરીને કોઇ શસ્ત્રો અથવા દારૂગોળાની હેરફેર કરી અથવા (એચ) કલમ ૩ ની પેટા કલમ (૨) અથવા કલમ ૨૧ની પેટા કલમ (૧) થી ઠરાવ્યા પ્રમાણે શસ્ત્રો અથવા દારૂગોળો જમા ન કરાવે અથવા (આઇ) પોતે શસ્ત્રો અથવા દારૂગોળાનો બનાવનાર અથવા તેનો વેપારી હોય અને કલમ ૪૪ હેઠળ કરેલા નિયમોથી તેને ફરમાવવામાં આવે ત્યારે કોઇ રેકૉ અથવા હિસાબ ન રાખે અથવા તેમા આવા નિયમો મુજબની તમામ નોંધો ન કરે અથવા ઇરાદાપૂવૅક ખોટી નોંધ કરે અથવા એવા રેકડૅ અથવા હિસાબની તપાસણી કરતાં અથવા તેમની નોંધોની નકલો કરતાં અટકાવે અથવા હરકત કરે અથવા જેમાં શસ્ત્રો અથવા દારૂગોળો હોય અથવા બનાવટમાં રાખવામાં આવતો હોય તેવી કોઇ જગા અથવા બીજા સ્થળમાં પ્રવેશ કરતા અટકાવે અથવા હરકત કરે અથવા આવા શસ્ત્રો અથવા દારૂગોળો ઇરાદાપૂવૅક ન બતાવે અથવા છૂપાવે અથવા તે કયાં છે અથવા કયાં બનાવવામાં અથવા રાખવામાં આવે છે તે બતાવવાની ના પાડે. શિક્ષાઃ- (( તેને બે વષૅ કરતાં ઓછી ન હોય તેટલી પણ પાંચ વષૅ સુધી લંબાવી શકાય તેટલી મુદત સુધીની કેદની શિક્ષા થઇ શકશે અને તે દંડને પણ પાત્ર થશે. )) જોગવાઇ કરવામાં આવી છે કે ન્યાયાલય ફેંસલામાં પૂરતા અને ખાસ કારણોની નોંધ કરીને બે વષૅ કરતા ઓછી કેદની સજા કરી શકશે. ૨૫(૧-સી) પેટા કલમ (૧-બી) માં ગમે તે મજકૂર હોય તે છતાં જે કોઇ વ્યકિત કોઇપણ તોફાનગ્રસ્ત વિસ્તારમાં તે પેટા કલમ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરે તો તે, શિક્ષાઃ- (( ત્રણ વષૅ કરતા ઓછી ન હોય તેટલી પણ સાત વર્ષ સુધીની કેદની શિક્ષાને પાત્ર થશે. )) સ્પષ્ટીકરણઃ- આ પેટા કલમના હેતુઓ માટે તોફાનગ્રસ્ત વિસ્તાર એટલે અવ્યવસ્થા દાબી દેવા અને જાહેર વ્યવસ્થા જાળવી રાખવા અને ગુના સ્થાપન માટે જોગવાઇ કરતાં તે સમયે અમલમાં હોય તેવી કોઇપણ કાયદા હેઠળ તોફાનગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરેલ કોઇપણ વિસ્તાર અને તેમાં કલમ ૨૪-એ અથવા કલમ ૨૪-બી હેઠળ જાહેરનામાં દ્રારા નિર્દિષ્ટ કરેલ કોઇપણ વિસ્તારનો સમાવેશ થાય છે. ૨૫(૨) જે કોઇ વ્યકિત પોતાને કલમ ૯ની પેટા કલમ (૧)ના ખંડ(એ) નો પેટા ખંડ (૧) લાગુ પડતો હોય અને તે કલમનું ઉલ્લંઘન કરીને કોઇ અગ્નિશસ્ત્ર અથવા દારૂગોળો સંપાદિત કરે અથવા પોતાના કબજામાં કે પોતાના સાથે રાખે શિક્ષાઃ- (( તે વ્યકિત એક વષૅ સુધીની કેદની અથવા દંડની અથવા તે બન્ને શિક્ષાને પાત્ર થશે. ))૨૫(૩) જે કોઇ વ્યકિત (૧) હકૂમત ધરાવતા જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા નજીકના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને તે અગ્નિશસ્ત્ર દારૂગોળો અથવા બીજા શસ્ત્રોના નિધૅારિત વેચાણ અથવા તબદીલીની જાણ કર્યા વિના અથવા (૨) એવા જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને એવી જાણ કયૅ ની તારીખથી પિસ્તાળીસ દિવસની મુદત પૂરી થતા પહેલા કલમ ૫ ની પેટા કલમ (૨)ના પરંતુકના ખં(એ) અથવા ખંડ (બી) ની જોગવાઇઓનું ઉલ્લંઘન કરીને કોઇ અગ્નિશસ્ત્ર દારૂગોળો અથવા બીજા શસ્ત્રો વેચે અથવા તબદીલ કરે શિક્ષાઃ- (( તેને છ મહિના સુધી લંબાવી શકાય તેટલી મુદત સુધીની કેદની અથવા પાંચસો રૂપિયા સુધીના દંડની અથવા તે બંનેની શિક્ષા થઇ શકશે. ))૨૫(૪) જે કોઇ વ્યકિત લાઇસન્સમાં નિર્દિષ્ટ કરેલી શરતોમાં ફેરફાર કરવા માટે કલમ ૧૭ ની પેટા કલમ (૧) હેઠળ લાયસન્સ અધિકારી તેને લાઇસન્સ આપી દેવા ફરમાવે ત્યારે લાઇસન્સ આપી ન દે અથવા લાઇસન્સ મોકૂફ થતાં અથવા રદ થતાં તે કલમની પેટા કલમ (૧૦) હેઠળ યોગ્ય અધિકારીને તે પાછું સોપી ન દે શિક્ષાઃ- (( તે વ્યકિત છ મહિના સુધીની કેદની અથવા પાંચસો રૂપિયા સુધીની દંડની અથવા તે બંન્ને શિક્ષાને પાત્ર થશે. )) ૨૫(૫) જે કોઇ વ્યકિત કલમ ૧૯ હેઠળ તેને તેનું નામ અને સરનામું આપવા ફરમાવ્યું હોય ત્યારે પોતાનું નામ અને સરનામું આપવાની ના પાડે અથવા પાછળથી ખોટું માલૂમ પડે તેવું નામ અથવા સરનામું આપે શિક્ષાઃ- (( તે વ્યકિત છ મહિના સુધીની કેદની અથવા બસો રૂપિયા સુધીના દંડની અથવા તે બન્ને શિક્ષાને પાત્ર થશે. )) ૨૫(૬) સંગઠિત ગુનાહિત મંડળીના કોઇ વ્યકિત તેના બદલે કોઇ પણ સમયે પ્રકરણ-૨ ની કોઇપણ જોગવાઇનો ભંગ કરીને કોઇપણ શસ્ત્ર કે દારૂગોળો ધરાવે કે પોતાની પાસે રાખે તો તે શિક્ષાઃ(( દસ વર્ષથી ઓછી ન હોય તેટલા સમયના કેદની સજાને પાત્ર બનશે પણ તે આજીવન કેદ સુધી લંબાવી શકાશે અને તે દંડને પણ પાત્ર બનશે. )) ૨૫(૭) કોઇ સંગઠિત ગુનાહિત મંડળીના સભ્ય વતી કે કોઇ વ્યકિત તેના વતી (૧) ઉત્પાદિત કરે મેળવે પ્રાપ્ત કરે વેચાણ કરે તબદીલ કરે સમારકામ કરે પરીક્ષણ કરે કે વેચાણ કે તબદીલી બદલી સમારકામ પરીક્ષણની ઓફર થયાનું પુરવાર કરે કે કલમ પના ઉલ્લંઘનથી કોઇ શસ્ત્ર કે દારૂગોળાનો પુરાવો મળે કે (૨) શસ્ત્રની બેરલ ટૂંકી કરે કે નકલી અગ્નિશસ્ત્રને અગ્નિશસ્ત્રમાં ફેરવે કે શસ્ત્ર નિયમો ૨૦૧૬માં ઉલ્લેખાયેલા વર્ગમાંના શસ્ત્રોમાંથી કલમ-૬નો ભંગ કરી અન્ય કોઇપણ વગૅના શસ્ત્રમાં ફેરવે કે (૩) કલમ ૧૧ના ભંગ રૂપે કોઇપણ વગૅ કે સ્વરૂપના શસ્ત્ર કે દારૂગોળો ભારતમાં લાવે કે બહાર લઇ જાય તો તે શિક્ષાઃ- (( દસ વર્ષથી ઓછી ન હોય તેટલા સમયના કેદની સજાને પાત્ર બનશે પરંતુ તે સજા આજીવન કેદ સુધી લંબાવી શકાશે અને દંડને પણ પાત્ર બનશે. )) સ્પષ્ટીકરણઃ- પેટા કલમ (૬) અને (૭) ના હેતુઓ માટે (એ) સંગઠીત ગુના એટલે કે કોઇ એક વ્યકિત દ્રારા એકલા કે સામૂહિકપણે એક સંગઠીત ગુનાખોરીની મંડળીના સભ્ય તરીકે અથવા આવી મંડળી વતી હિંસા દ્રારા અથવા હિંસાનો ભય ધમકી કે દબાણ બતાવી કે અન્ય કોઇ ગેરકાયદે માગૅ કોઇ વિશિષ્ટ લાભ માટે કે પોતાને કે અન્ય વ્યકિતને બિનજરૂરી આર્થિક કે અન્ય લાભ માટે એકધારી ગેરકાયદે પ્રવૃતિ (બી) સંગઠીત ગુનાખોરી મંડળી એટલે બે કે તેથી વધુ વ્યકિતનું જૂથ જે એકલા કે સામુહિક રીતે મંડળી કે ગેંગ સ્વરૂપ સંગઠીત ગુનાની પ્રવૃતિ આચરે. ૨૫(૮) કલમ ૩, ૫, ૬, ૭ અને ૧૧ નું ઉલ્લંઘન કરી જે કોઇ શસ્ત્ર કે દારૂગોળાની ગેરકાયદે હેરાફેરી કરે કે તેમાં મદદગારી કરી તે શિક્ષાઃ- (( દસ વષૅ કરતાં ઓછો ન હોય તેટલા સમયના જેલાસ પણ જે આજીવન કેદ અને દંડને લાયક સજાને પાત્ર બનશે. )) સ્પષ્ટીકરણઃ- આ પેટા કલમના હેતુઓ માટે ગેરકાયદેસર હેરાફેરી એટલે કે ભારતની ભૂમિમાં કે ભૂમિમાંથી શસ્ત્ર અને દારૂગોળો આયાત નિકાસ પ્રાપ્તિ વેચાણ પહોંચાડવો હેરફેર કે તબદીલી કરવી જો આ શસ્ત્ર અને દારૂગોળો આ કાયદાની જોગવાઇઓને અનુરૂપ ન હોય કે આ કાયદાની જોગવાઇઓનું ઉલ્લંઘન કરી તેની હેરફેર થતી હોય જેમાં વિદેશી બનાવટના શસ્ત્રો કે પ્રતિબંધિત શસ્ત્ર અને પ્રતિબંધિત દારૂગોળાની દાણચોરીનો પણ સમાવેશ થાય છે. ૨૫(૯) જે કોઇપણ વ્યકિત સ્તરનો ભયજનક કે બેદરકારીપૂવૅક કે માનવ જીવન પર જોખમ સર્જાય કે વ્યકિતની કે અન્યની સલામતી જોખમાય તે રીતે ઉજવણી માટે ગનફાયર કરે શિક્ષાઃ- (( બે વષૅ સુધી લંબાવી શકાય તેવી કેદની સજાને અથવા જે એક લાખ રૂપિયા સુધી લંબાવી શકાય તેટલા દંડ અથવા બંનેને પાત્ર બને છે. ) સ્પાષ્ટીકરણઃ- આ પેટા કલમના હેતુઓ માટે ઉજવણી માટે ગનફાયર એટલે કે જાહેર મેળાવડા ધાર્મિક સ્થળો લગ્ન પાટી કે અન્ય સમારંભોમાં દારૂગોળો ફાયર કરવા શસ્ત્રનો ઉપયોગ કરવાની પ્રવૃતિ.
Copyright©2023 - HelpLaw