
છૂપા ઉલ્લઘનો
(૧) જે કોઇ વ્યકિત કલમ ૩, ૪, ૧૦ અથવા ૧૨ની કોઇ જોગવાઇનું ઉલ્લઘન કરીને એવી રીતે કોઇ કૃત્ય કરે કે જેથી કોઇ રેલવે, વિમાન, વહાણ, વાહન અથવા બીજા કોઇ લાવવા લઇ જવાા સાધન ઉપર કામે રાખેલા અથવા કામ કરતા કોઇ રાજયસેવકને અથવા કોઇ વ્યકિતને તેની જાણ ન થાય એવો ઇરાદો દશૅ વાય તેને શિક્ષાઃ- (( છ મહિના કરતા ઓછી ન હોય પણ સાત વષૅ સુધી લંબાવી શકાય તેટલી મુદત સુધીની કેદની તેમજ દંડની પણ શિક્ષા થઇ શકશે. )) (૨) જે કોઇ વ્યકિત કલમ ૫, ૬, ૭ અથવા ૧૧ ની જોગવાઇનું ઉલ્લંઘન કરીને એવી રીતે કોઇ કૃત્ય કરે કે જેથી કોઇ રેલવે વિમાન વહાણ અથવા બીજા કોઇ લાવવા લઇ જવાના સાધન ઉપર કામે રાખેલા અથવા કામ કરતા કોઇ રાજય સેવકને અથવા કોઇ વ્યકિતને તે કૃત્યની જાણ ન થાય એવો ઇરાદો દશૅ વાય તેને શિક્ષાઃ- (( પાંચ વષૅ કરતા ઓછી ન હોય તેટલી પણ દસ વષૅ સુધી લંબાવી શકાય તેટલી મુદત સુધીની કેદની તેમજ દંડની પણ શિક્ષા થઇ શકશે. )) (૩) જે કોઇ વ્યકિત કલમ ૨૨ હેઠળ કોઇ ઝડતી લેવાઇ રહી હોય ત્યારે કોઇ શસ્ત્રો દારૂગોળો છુપાવે અથવા છુપાવવાની કોશિશ કરે તેને શિક્ષાઃ- (( દસ વષૅની મુદત સુધીની કેદની તેમજ દંડની પણ શિક્ષા થઇ શકશે. ))
Copyright©2023 - HelpLaw