
શસ્ત્રો વગેરે વાપરવા માટે શિક્ષા
(૧) જે કોઇ વ્યકિત કલમ-૫ નુ ઉલ્લંઘન કરીને કોઇપણ શસ્ત્રો અથવા દારૂગોળો વાપરે તેને શિક્ષાઃ- (( ત્રણ વષૅ કરતાં ઓછી ન હોય તેટલી પણ સાત વષૅ સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે. ))(૨) જે કોઇ વ્યકિત કલમ ૭ નું ઉલ્લંઘન કરીને કોઇ પ્રતિબંધિત શસ્ત્રો અથવા પ્રતિબંધિત દારૂગોળો વાપરે શિક્ષાઃ- (( તેને સાત વષૅ કરતા ઓછી ન હોય તેટલી પણ આજીવન કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર પણ થશે. ))(૩) જે કોઇ વ્યકિત કલમ ૭નું ઉલ્લંઘન કરીને કોઇ પ્રતિબંધિત શસ્ત્રો અથવા પ્રતિબંધિત દારૂગોળો વાપરે અથવા કોઇ કૃત્ય કરે અને એવા વપરાશ અથવા કૃત્યના પરિણામે બીજી વ્યકિતનું મૃત્યુ થાય તો તેને શિક્ષાઃ- (( આજીવન કેદની સજા અથવા મૃતયુદંડની સજાને પાત્ર અને દંડ પણ થશે. ))
Copyright©2023 - HelpLaw