અમુક દાખલાઓમાં અગ્નિશસ્ત્રો અથવા નકલી અગ્નિશસ્ત્રોના ઉપયોગ કરવા અને તે કબજામાં રાખવા માટે શિક્ષા - કલમ:૨૮

અમુક દાખલાઓમાં અગ્નિશસ્ત્રો અથવા નકલી અગ્નિશસ્ત્રોના ઉપયોગ કરવા અને તે કબજામાં રાખવા માટે શિક્ષા

જે કોઇ વ્યકિત પોતાની અથવા બીજા કોઇ વ્યકિતની કાયદેસરની ધરપકડ અથવા અટકાયતનો સામનો કરવાના અથવા તેમ થતું અટકાવવાના ઇરાદાથી કોઇ અગ્નિશસ્ત્ર અથવા નકલી અગ્નિશસ્ત્રનો ગમે તે પ્રકારે ઉપયોગ કરે અથવા ઉપયોગ કરવાની કોશિશ કરે શિક્ષાઃ- (( તે વ્યકિત સાત વષૅ સુધીની કેદની અને દંડની શિક્ષાને પાત્ર થશે. )) સ્પષ્ટીકરણ:- આ કલમમાં નકલી અગ્નિશસ્ત્ર એ શબ્દપ્રયોગનો અથૅ કલમ ૬માં તેનો જે અથૅ છે તેજ થાય છે.