લાઇસન્સ વગરની વ્યકિત પાસેથી શસ્ત્રો વગેરે જાણી જોઇને ખરીદવા માટે અથવા શસ્ત્રો વગેરે રાખવા હકદાર ન હોય તેવી વ્યકિતને સોંપવા માટે શિક્ષા - કલમ:૨૯

લાઇસન્સ વગરની વ્યકિત પાસેથી શસ્ત્રો વગેરે જાણી જોઇને ખરીદવા માટે અથવા શસ્ત્રો વગેરે રાખવા હકદાર ન હોય તેવી વ્યકિતને સોંપવા માટે શિક્ષા

જે કોઇ વ્યકિત (એ) બીજી કોઇ વ્યકિત કલમ ૫ હેઠળ લાઇસન્સ ધરાવતી નથી અથવા અધિકૃત નથી. એમ જાણવા છતા તેની પાસેથી કોઇ અગ્નિશસ્ત્ર અથવા ઠરાવવામાં આવે તેવા વષૅ અથવા પ્રકારના બીજા કોઇ શસ્ત્રો અથવા દારૂગોળો ખરીદે અથવા (બી) બીજી કોઇ વ્યકિત આ અધિનિયમ અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદાની રૂએ કોઇ શસ્ત્રો અથવા દારૂગોળો પોતાના કબજામાં રાખવા હકદાર છે અથવા પોતાના કબજામાં રાખવાનો તેને આ અધિનિયમ અથવા બીજા કોઇ કાયદાથી પ્રતિબંધ નથી એવી પહેલા ખાતરી કમૅ વિના તે શસ્ત્રો અથવા દારૂગોળો એવી વ્યકિતના કબજામાં સોંપે શિક્ષાઃ- (( તે વ્યકિત ત્રણ વર્ષ સુધીની કેદની અથવા દંડની અથવા તે બંન્ને શિક્ષાને પાત્ર થશે. ))