લાઇસન્સ અથવા નિયમના ઉલ્લંઘન માટે શિક્ષા - કલમ:૩૦

લાઇસન્સ અથવા નિયમના ઉલ્લંઘન માટે શિક્ષા

જે કોઇ વ્યકિત લાઇસન્સની કોઇ એવી શરતનું અથવા આ અધિનિયમની અથવા તે હેઠળ કરેલા નિયમની કોઇ એવી જોગવાઇનું ઉલ્લંઘન કરે કે જેને માટે અધિનિયમમાં બીજે સ્થળે કોઇ શિક્ષાની જોગવાઇ કરવામાં આવી ન હોય તો તે વ્યકિત શિક્ષાઃ- (( છ મહિના સુધીની કેદની અથવા બે હજાર રૂપિયા સુધીની દંડની અથવા તે બન્ને શિક્ષાને પાત્ર થશે. ))