જપ્ત કરવાની સતા - કલમ:૩૨

જપ્ત કરવાની સતા

(૧) કોઇ વ્યકિતને શસ્ત્રો અથવા દારૂગોળા અંગે તેણે કરેલા કોઇ ગુના માટે આ અધિનિયમ હેઠળ દોષિત ઠરાવવામાં આવે ત્યારે તે તમામ શસ્ત્રો અથવા દારૂગોળો અથવા તેનો કોઇ ભાગ અને જેમાં તે શસ્ત્રો અથવા દારૂગોળો હોય અથવા જેનો તે છુપાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હોય એવું કોઇ વહાણ, વાહન અથવા લાવવા લઇ જવા માટેનું બીજુ કોઇ સાધન અને એવું કોઇ પાત્ર કે વસ્તુ જપ્ત કરવાનો આદેશ કરવાનું દોષિત ઠરાવનાર ન્યાયાલયની વિવેકબુધ્ધિ ઉપર રહેશે. જોગવાઇ કરવામાં અવવી છે કે અપીલમાં અથવા બીજી રીતે દોષિત ઠરાવવાનો હુકમ રદ કરવામાં આવે તો જપ્ત કરવાનો હુકમ રદ થશે. (૨) અપીલ ન્યાયાલય અથવા રિવીઝનની સતા વાપરતી વેળા ઉચ્ચ ન્યાયાલય પણ જપ્ત કરવાનો હુકમ કરી શકશે.