
કેટલાક દાખલાઓમાં જગ્યાનો ભોગવટો કરતી વ્યકિતઓની ગુનાહિત જવાબદારી
જેના અંગે આ અધિનીયમ હેઠળનો કોઇ ગુનો થયો હોય અથવા થઇ રહ્યો હોય તેવા શસ્ત્રો અથવા દારૂગોળો જુદી જુદી વ્યકિતઓના સંયુકત ભોગવટા અથવા સંયુકત નિયંત્રણ હેઠળની કોઇ જગામાં વાહનમાં અથવા બીજા સ્થળમાં મળી આવેલ હોય ત્યારે તેઓ પૈકી જે વ્યકિતને માટે એમ માનવાને કારણ હોય કે તેને તે જગામાં વાહનમાં અથવા બીજા સ્થળમાં તે શસ્ત્રો અથવા દારુગોળો હોવાની ખબર હતી તેવી દરેક વ્યકિત પોતે એકલીએ ગુનો કર્યો હોય અથવા કરી રહી હોય આ રીતે જો એથી વિરૂધ્ધ સાબિત ન થાય તો તે ગુના માટે જવાબદાર રહેશે.
Copyright©2023 - HelpLaw