કેટલાક ગુના સબંધી બાતમી આપવા બાબત - કલમ:૩૬

કેટલાક ગુના સબંધી બાતમી આપવા બાબત

(૧) આ અધિનિયમ હેઠળનો કોઇ ગુનો થયાની જાણ હોય તેવી દરેક વ્યકિતઓ વાજબી કારણ હોય તે સિવાય તે ગુનાની જાણ નજીકમાં નજીકના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને અથવા હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટની કરવાની રહેશે એમ ન કરવાનું તે વ્યકિતને વાજબી કારણ હતું તે સાબિત કરવાનો બોજો તેની ઉપર રહેશે. (૨) કોઇ રેલવે વિમાન વહાણ વાહન અથવા લાવવા લઇ જવાના બીજા કોઇ સાધન ઉપર કામે રાખેલી અથવા કામ કરતી દરેક વ્યકિતએ વાજબી કારણ હોય તે સિવાય જેના અંગે આ અધિનિયમ હેઠળનો કોઇ ગુનો થયો હોય અથવા થઇ રહ્યો હોય એવાં શસ્ત્રો અથવા દારૂગોળો હેરફેર હેઠળની પેટી પેકેજ અથવા ગાંસડીમાં હોવાનો પોતાને વાજબી શક જાય તે સબંધી નજીકમાં નજીકના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને જાણ કરવાની રહેશે એમ ન કરવા માટે તે વ્યકિતને વાજબી કારણ હતું તે સાબિત કરવાનો બોજો તેની ઉપર રહેશે.