
ધરપકડ અને ઝડતી
આ અધિનિયમમાં બીજી રીતે જોગવાઇ કરવામાં આવી હોય તે સિવાય (એ) આ અધિનિયમ હેઠળ અથવા તે હેઠળ કરેલા કોઇ નિયમો હેઠળ કરેલી તમામ ધરપકડ અને ઝડતીઓ અનુક્રમે ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ હેઠળ કરેલી ધરપકડ અને ઝડતી સબંધી અધિનિયમની જોગવાઇઓ અનુસાર કરવામાં આવશે. (બી) મેજિસ્ટ્રેટ કે પોલીસ અધિકારી ન હોય તેવી કોઇ વ્યકિતએ આ અધિનિયમ હેઠળ ધરપકડ કરેલી વ્યકિતને અને કબજે લીધેલ શસ્ત્રો કે દારૂગોળાને વિના વિલંબે નજીકમાં નજીકના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને સોંપી દેવા જોઇશે અને તે પોલીસ અધિકારી (૧) તે વ્યકિત મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા માટે જામીનો સહિતનું કે વિનાનું બોન્ડ કરી આપે એટલે તેને છોડશે અને મેજિસ્ટ્રેટ સમક્ષ તે હાજર થાય ત્યાં સુધી કબજે લીધેલી વસ્તુઓ પોતાના હવાલામાં રાખશે. અથવા (૨) તે વ્યકિત બોનડ ન કરી આપે અને તેને ફરમાવવામાં આવે ત્યારે પૂરતા જામીનો ન આપે તો તેને અને તે વસ્તુઓને વિના વિલંબે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરશે.
Copyright©2023 - HelpLaw