
મુકિત આપવાની સતા
કેન્દ્ર સરકારનો એવો અભિપ્રાય થાય કે જાહેર હિતમાં તેમ કરવું જરૂરી કે ઇષ્ટ છે તો રાજપત્રમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને જાહેરનામામાં નિદિષ્ટ કરવામાં આવે તે શરતોએ તે સરકાર (એ) આ અધિનિયમની તમામ અથવા કોઇપણ જોગવાઇઓના અમલમાંથી સામાન્યત અથવા જાહેરનામામાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવા પ્રકારના શસ્ત્રો અને દારૂગોળાના સબંધમાં કોઇ વ્યકિતને અથવા વ્યકિતઓના કોઇ વગૅને મુકિત આપી શકશે અથવા કોઇ પ્રકારના શસ્ત્રો અથવા દારૂગોળાને બાકાત રાખી શકશે અથવા ભારતના કોઇ ભાગમાં તેનો અમલ બંધ કરી શકશે અને (બી) ગમે તેટલીવાર એવું જાહેરનામું રદ કરી શકશે અને તેવું જ બીજું જાહેરનામું પ્રસિધ્ધ કરીને ફરી તે વ્યકિતને અથવા વ્યકિતઓના વગૅને અથવા તે પ્રકારના શસ્ત્રો અને દારૂગોળાને અથવા ભારતના તે ભાગમાં તે જોગવાઇ લાગુ પાડી શકશે.
Copyright©2023 - HelpLaw