
અગ્નિશસ્ત્રોની ગણતરી કરવાની સતા
(૧) કેન્દ્ર સરકાર રાજપત્રમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને કોઇપણ વિસ્તારમાં તમામ અગ્નિશસ્ત્રોની ગણતરી કરવાનો આદેશ કરી શકશે અને સરકારના કોઇ અધિકારીને તેની ગણતરી કરવાની સતા આપી શકશે. (૨) આવું જાહેરનામું બહાર પડતાં તે વિસ્તારમાં જેમની પાસે કોઇ અગ્નિશસ્ત્ર હોય તેવી તમામ વ્યકિતઓએ સંબંધિત અધિકારીને તેના સબંધમાં તે માગે તેવી માહિતી પૂરી પાડવાની રહેશે અને તે માટૅ તો તેની સમક્ષ તે અગ્નિશસ્ત્રો રજૂ કરવાના રહેશે.
Copyright©2023 - HelpLaw