સતાની સોંપણી - કલમ:૪૩

સતાની સોંપણી

(૧) કેન્દ્ર સરકાર રાજપત્રમાં જાહેરનામું પ્રસિધ્ધ કરીને એવા આદેશ કરી શકશે કે કલમ ૪૧ હેઠળની સતા અથવા કલમ ૪૪ હેઠળની સતા સિવાયની આ અધિનિયમ હેઠળ પોતે વાપરી શકે તેવી સતા અથવા બજાવી શકે તેવાં કાર્યો જાહેરનામામાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવી બાબતો સબંધમાં અને તેવી શરતોએ જાહેરનામામાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવા (એ) કેન્દ્ર સરકારના તાબાના અધિકારી અથવા સતાધિકારી અથવા (બી) રાજય સરકાર અથવા રાજય સરકારના તાબાના અધિકારી અથવા સતાધિકારી વાપરી શકશે અથવા બજાવી શકશે. (૨) આ અધિનિયમ હેઠળ કેન્દ્ર સરકારે કરેલા નિયમોથી કોઇ રાજય સરકારને અથવા તેના તાબાના કોઇ અધિકારી અથવા સતાધિકારીને સતા આપી શકાશે અથવા તેમના ઉપર ફરજો નાખી શકાશે અથવા તેમને સતા આપવાનું અથવા તેમના ઉપર ફરજો નાખવાનું અધિકૃત કરી શકશે.