
નિયમો કરવાની સતા
(૧) કેન્દ્ર સરકાર રાજપત્રમાં જાહેરનામાંર્થી આ અધિનિયમના હેતુઓ સિધ્ધ કરવા માટે નિયમો કરી શકશે. (૨) ખાસ કરીને અને પૂર્વવતી સતાની વ્યાપકતાને બાધ આવ્યા વિના આવા નિયોંથી નીચેની તમામ અઘવા કોઇપણ બાબતો અંગે જોગવાઇ કરી શકશે. (એ) લાઇસન્સ આપનાર અધિકારીઓની નિયુકિત હકૂમત નિયંત્રણ અને કાર્યો અને તેમના જેના માટે લાઇસન્સ આપવામાં આવ્યું તે વિસ્તાર અને શસ્ત્રનો અને સરંજાનનો વર્ગનો સમાવિષ્ટ થાય છે. (બી) લાઇસન્સ આપવા અથવા તાજુ કરી આપવા માટેની અરજીની નમૂના અને વિગતો અને લાઇસન્સ તાજુ કરી આપવા માટેની અરજી હોય ત્યારે કેટલા સમયની અંદર તે કરવી જોઇશે તે બાબત (સી) કયા નમૂનામાં અને કઇ શરતોએ લાઇસન્સ આપી શકાશે અથવા આપવાની ના પાડી શકાશે તે તાજુ કરી આપી શકાશે તેમાં ફેરફાર કરી શકાશે તે મોકૂફ રાખી શકાશે અથવા તેને રદ કરી શકાશે તે બાબત (ડી) આ અધિનિયમમાં કોઇ મુદત નિર્દિષ્ટ ન કરી હોય તો કોઇ લાઇસન્સ કેટલી મુદ્દત સુધી અમલમાં રહેશે તે બાબત (ઇ) લાઇસન્સ આપવા અથવા તાજું કરી આપવા માટેની અરજી અંગે અને આપેલા અથવા તાજું કરી આપેલા લાઇસન્સ અંગે આપવાની ફી અને તે ભરવાની રીત બાબત (એફ) બનાવનારનું નામ બનાવનારનો નંબર અથવા (શોધી કાઢવાના હેતુઓ માટે અગ્નિશસ્ત્ર કે દારૂગોળાનુ ઓળખ ચિન્હ તેની ઉપર કરી રીતે મુદ્રાંકિત કરવું) અથવા અન્યથા દર્શાવવું જોઇશે તે બાબત (જી) કોઇ અગ્નિશસ્ત્રોના પરીક્ષણની અથવા તે અજમાવી બતાવવાની કાર્યરીતિ (એચ) તાલીમ દરમ્યાન વાપરી શકાય તેવાં અગ્નિશસ્ત્રો તે વાપરી શકે તેવી વ્યિતઓની વયમય ાદા અને તેવી વ્યકિતઓએ તે વાપરવા માટેની શરતો (આઇ) કલમ ૧૮ હેઠળ કયા સત્તાધિકારીને અપીલ કરી શકાય તે બાબત તે સતાધિકારીએ અનુસરવાની કાર્યરીતિ અને કેટલી મુદત્તની અંદર અપીલો કરવી જોઇશે તે બાબત એવી અપીલો અંગે આપવાની ફી અને એવી ફીના રિફંડ બાબત (જે) ક્લમ ૩ અથવા જે હેઠળના લાઇસન્સ સિવાયની બીજા કોઇ લાઇસન્સ હેઠળ જે કંઇ કર્યુ હોય તેનું રેકર્ડ અથવા હિસાબો રાખવા બાબત એવા રેકડૅ અથવા હિસાબોના નમૂના અને તેમા કરવાની નોંધો અને એવા રેકર્ડ અથવા હિસાબો આ માટે સતા આપેલા પોલીસ અધિકારીને અથવા સરકારના કોઇ અધિકારીને બતાવવા બાબત (કે) જેમા શસ્ત્રો અથવા દારૂગોળો બનાવવામાં આવતા હોય અથવા જેમા કોઇ શસ્ત્રો અથવા દારૂગોળો બનાવનારે અથવા તેના વેપારીએ એવા રાસ્ત્રો અથવા દારૂગોળો રાખેલ હોય તેવી કોઇ જગ્યામાં અથવા બીજા સ્થળમાં આ માટે આપેલા પોલીસ અધિકારીઓ અથવા સરકારના કોઇ અધિકારીએ પ્રવેશ કરવા અને તપાસણી કરવા બાબત અને તેવા અધિકારીને તે બતાવવા બાબત (ઍલ) કલમ ૨૧ની ઘેટા કલમ (૧) મુજબ લાઇસન્સવાળા વેપારી પાસે અથવા યુનિટ શસ્ત્રાગારમાં શસ્ત્રો અથવા દારૂગોળો કઇ શરતોએ જમા કરાવી શકાય અને કેટલી વિત્યા પછી એ રીતે જમા કરાવેલી વસ્તુઓ સરકાર દાખલ કરી શકાય તે બાબત(એમ) ઠરાવવાની હોય તે ઠરાવવામાં મુદત આવે તેવી બીજી કોઇ બાબત (૩) આ કલમ હેઠળ કરેલો દરેક નિયમ તે કરવામાં આવે તે પછી બનતી ત્વરાએ સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે સંસદના દરેક ગૃહ સમક્ષ એક જ સત્રમાં અથવા લાગલગાટ બે કે વધુ સત્રોમાં મળીને કુલ ત્રીસ દિવસની મુદત સુધી મુકવી જોઇશે અને ઉપયુકત સત્ર અથવા લાગલગાટ સત્રો પછી તરત આવતું સત્ર પુરૂ થયા પહેલા બન્ને ગૃહો તે નિયમમાં કોઇ ફેરફાર કરવા સમત થાય અથવા બંને ગૃહો એમ સમત થાય કે તે નિયમ કરવા જોઇએ નહિ તો તે નિયમ ત્યારપછી યથાપ્રસંગ એવા ફેરફાર કરેલા સ્વરૂપમાં જ અમલમાં રહેશે અથવા અમલમાં રહેશે નહિ પણ તેવી રીતે કે એવા કોઇ ફેરફાર થવાથી અથવા તે નિયમ હેઠળ અગાઉ કરેલા કોઇપણ કાર્યની કાયદેસરતાને બાધ આવશે નહિ. સ્પષ્ટીકરણઃ- આ ખંડના હેતુસર ઓળખી શકાય એટલે કે શસ્ત્ર અને દારૂગોળાને વ્યવસ્થિત રીતે ઉત્પાદકથી ખરીદનાર સુધી તેનું પગેરૂ રાખી શકાય જેનો હેતુ ગેરકાયદે ઉત્પાદન અને ગેરકાયદે હેરફેર શોધવા તપાસ કરવા અને વિશ્લેષણ કરવાનો છે.
Copyright©2023 - HelpLaw