
સન ૧૮૭૮નો ૧૧મો અધિનિયમ રદ કરવા બાબત
(૧) ભારતીય શસ્ત્ર અધિનિયમ ૧૮૭૮ આથી રદ કરવામાં આવે છે. (૨) ભારતીય શસ્ત્ર અધિનિયમ ૧૮૭૮ રદ કરવા છતા અને સામાન્ય કલમ અધિનિયમ ૧૮૯૭ કલમ ૬ અને ૨૪ની જોગવાઇઓને બાધ આવ્યા વિના પ્રથમ જણાવેલા અધિનિયમ હેઠળ આપેલા અથવા તાજું કરી આપેલ અને આ અધિનિયમના આરંભની તરત પહેલા અમલમાં હોય તેવું દરેક લાયસન્સ એવા આરંભ પછી જો તેને વહેલું રદ કરવામાં ન આવે તો જે મુદત સુધી તે આપવામાં આથવા તાજું કરી આપવામાં આવેલ હોય તે મુદતના બાકીના ભાગ સુધી અમલમાં રહેશે.
Copyright©2023 - HelpLaw