વ્યાખ્યા
આ અધિનિયમમાં સંદભૅથી અન્યથા અપેક્ષિત ન હોય તો (એ) ચુંટણી - એટલે સંસદના અથવા કોઇ વિધાનંડળ સ્થાનિક સતામંડળ કે અન્ય જાહેર સતામંડળના સભ્યો પસંદ કરવાના હેતુ માટે કોઇ પણ કાયદા હેઠળ ગમે તે સાધનો દ્વારા યોજેલી કોઇપણ ચુંટણી (એએ) ઠરાવેલ:- એટલે આ નિર્ધારિત અધિનિયમ હેઠળ કરાયેલા નિયમો દ્રારા સૂચવામાં આવે છે અને ઠરાવેલ શબ્દની અભિવ્યકિત તે મુજબ કરવામાં આવશે. (( નોંધઃ- સન ૨૦૧૮ ના અધિનિયમ ક્રમાંક ૧૬ મુજબ ક્લમ રની પેટા કલમ (એ) પછી (એએ) ઉમેરવામાં આવેલ છે. )) (બી) જાહેર ફરજ - એટલે જે ફરજ બજાવવામાં રાજય જનતા કે મોટા સમુદાયનું હિત હોય તે ફરજ સ્પષ્ટીકરણઃ- આ ખંડમાં રાજય કેન્દ્રીય પ્રાંતિય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થાપેલ કોઇ કોર્પોરેશન અથવા સરકારની માલિકીના અથવા તેના નિયંત્રણ હેઠળના અથવા તેની સહાય મેળવતા કોઇ સતા મંડળ અથવા મંડળ અથવા કપની અધિનિયમ ૧૯૫૬ની કલમ ૬૧૭માં વ્યાખ્યા ક્યે મુજબની કોઇ સરકારી કંપનીના સમાવેશ થાય છે. (સૌ) રાજય સેવકઃ- એટલે (૧) જે સરકારની નોકરીમાં હોય અથવા સરકારના પગારદાર હોય અથવા કોઇપણ જાહેર ફરજ બજાવવા માટે જેને ફી કમિશન રૂપે સરકાર તરફથી મહેનતાણું મળતું હોય તેવી કોઇ વ્યકિત
(૨) સ્થાનિક સત્તામંડળની નોકરીમાં હોય અથવા તેની પગારદાર હોય તેવી કોઇ વ્યક્તિ (૩) કેન્દ્રીય પ્રાંતિય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થાપેલ કોઇ કોર્પોરેશન અથવા સરકારની માલિકીના અથવા તેના નિયંત્રણ હેઠળના અથવા તેની સહાય મેળવતું કોર્પોરેશન અથવા કંપની અધિનિયમ ૧૯૫૬ની કલમ-૬૧૭માં વ્યાખ્યા કર્યું । મુજબની કોઇ સરકારી કંપનીની નોકરી કરતી અથવા તેમાંથી પગાર મેળવતી કોઇ વ્યકિત (૪) જાતે અથવા અમુક વ્યકિતઓના મંડળના સભ્ય તરીકે ન્યાય નિર્ણયના કાર્ય। અદા કરવા માટે કાયદાથી સતા આપેલી કોઇ વ્યકિત સહિત કોઇપણ ન્યાયાધીશ (૫) કોઇ ન્યાયાલયૈ નિયુકત કરેલ લિકવીડેટર રીસીવર અથવા કમિશન સહિત ન્યાય કરવાના સબંધમાં કોઇ ફરજ બજાવવા માટે એવા ન્યાયાલયે અધિકૃત કરેલી કોઇ વ્યકિત (૬) કોઇ ન્યાયાલય અથવા સક્ષમ સરકારી અધિકારીએ જેને કોઇ દાવો કે બાબત નિણૅયાથૅ કે રિપોર્ટ કરવા માટે મોકલેલ હોય તેવા કોઇ લવાદ કે અન્ય વ્યકિત (૭) એવો કોઇ હોદો ધરાવતી વ્યકિત કે જેની રૂએ તેને કોઇ મતદાર યાદી તૈયાર કરાવવાની પ્રસિધ્ધ કરાવવાની જાળવવાની અથવા સુધારવાની અથવા કોઇ ચૂંટણી કે ચૂંટણીના કોઇ ભાગનું સંચાલન કરવાની સતા મળી હોય (૮) એવો કોઇ હોદો ધરાવતી વ્યકિત કે જૂની રૂએ તેને કોઇ જાહેર ફરજ બજાવવાનો અધિકાર આપવામાં આવ્યો હોય અથવા ફરજ પાડવામાં આવી હોય (૯) કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર પાસેથી અથવા કેન્દ્રના પ્રાન્તના અથવા રાજયના કોઇ અધિનિયમથી અથવા તે હેઠળ સ્થાપેલ કોઇ કોર્પોરેશન પાસેથી અથવા સરકારની માલિકીના અથવા તેના નિયંત્રણ હેઠળના અથવા તેની સહાય મેળવતા કોઇ સત્તામંડળ અથવા મંડળ અથવા કંપની અધિનિયમ ૧૯૫૬ની કલમ ૬૧૭માં વ્યાખ્યા કર્યો પ્રમાણેની કોઇ સરકારી કંપની પાસેથી નાણાકીય સહાય મેળવતા અથવા મેળવેલ હોય તેવી કૃષિ ઉદ્યોગ વેપાર અથવા બૅન્કીંગમાં રોકાયેલ કોઇ રજિસ્ટર થયેલી સહકારી મંડળીના પ્રમુખ સેક્રેટરી અથવા અન્ય હોદ્દેદાર હોય તેવી કોઇ પણ વ્યકિત (૧૦) ગમે તે નામે ઓળખતા કોઇ સેવા આયોગ અથવા બોર્ડના અધ્યક્ષ સભ્ય અથવા કમૅચારી હોય અથવા આવા આયોગ કે બોર્ડ વતી કોઇ પરીક્ષાનું સંચાલન કરવા અથવા પસંદગી કરવા માટે આવા આયોગે અથવા બોર્ડ નીમેલ કોઇ પસંદગી સમિતિનો કોઇ સભ્ય તેવી વ્યકિત (૧૧) કોઇ યુનિવર્સિટીના ગમે તે નામે ઓળખાતા કુલપતિ (વાઇસ ચાન્સેલર) અથવા કોઇ વહીવટી મંડળના સભ્યો પ્રોફેસર રીડર લેકચરર અન્ય કોઇ અધ્યાપક અથવા કમૅચારી હોય તેવી વ્યકિત અને પરીક્ષાઓ લેવા અથવા તેનું સંચાલન કરવાના સબંધમાં યુનિવર્સિટીએ અથવા અન્ય જાહેર સત્તામંડળે જેની સેવા લેવામાં આવી હોય તેવી વ્યકિત સરકાર કે રાજય સરકાર પાસેથી અથવા સ્થાનિક કે અન્ય કોઇ શૈક્ષણિક વૈણાનિક સામાજિક સાંસ્કૃતિક અથવા અન્ય સંસ્થાના કોઇ (૧૨) કેન્દ્ર હોદ્દાદારે કે કમચારી હોય તેવી વ્યકિત સ્પષ્ટીકરણઃ- (૧) ઉપરની પેટા કલમો પૈકી કોઇપણ પેટા કલમો હેઠળ આવી જતી વ્યકિતઓ રાજય સેવકો છે પછી તેમને સરકારે નિમેલી હોય કે ન હોય (૨) રાજય સેવક એ શબ્દો જયાં જયાં આવતા હોય ત્યાં ત્યાં રાજ્ય સેવકના સ્થાનોને ખરેખર અધિકાર ધરાવતી હોય તેવી દરેક વ્યકિત એમ સમજવું પછી ભલે તે સ્થાન ધરાવવાના તેના અધિકારમાં કાયદાની કોઇ ત્રુટિ હોય (ડ) અનુચિત લાભઃ- નો અર્થ એ થાય કે કોઇ પણ સંતોષ કાનૂની મહેનતાણા સિવાય સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુઓ માટે (એ) શબ્દ પ્રસન્નતા નાણાકીય સહાયતા અથવા રૂપિયામાં પ્રસંસનીયતા માટે મર્યાદિત નથી, (બી) કાનૂની મહેનતાણું અભિવ્યકિત જાહેર સેવકને ચૂકવણી કરવા માટે પ્રતિબંધિત નથી પરંતુ તે બધા મહેનતાણાનો સમાવેશ થાય છે, જેને તેને સરકાર અથવા સંગઠન દ્રારા મંજૂરી છે જે તે સેવા આપે છે પ્રાપ્ત કરે છે. (( નોંધઃ- સન ૨૦૧૮ ના અધિનિયમ ક્રોક ૧૬ મુજબ કલમ રની પેટા કલમ (સી) પછી (ડી) ઉમેરવામાં આવેલ છે. ))
Copyright©2023 - HelpLaw