ખાસ ન્યાયાધીશોની નિમણૂક કરવાની સતા - કલમ:૩

ખાસ ન્યાયાધીશોની નિમણૂક કરવાની સતા

(૧) કેન્દ્ર સરકાર અથવા રાજય સરકાર સરકારી રાજપત્રમાં જાહેરનામા દ્રારા નીચે જણાવેલા ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરવા માટે જાહેરનામામાં નિર્દિષ્ટ કયૅા હોય તેવા વિસ્તાર કે વિસ્તારો માટે અથવા તેવા કેસ કે કેસોના જૂથ માટે જરૂરી હોય તેટલા ખાસ ન્યાયાધીશો નીમી શકશે (એ) આ અધિનિયમ હેઠળનો શિક્ષાપાત્ર કોઇ ગુનો અને (બી) ખંડ (એ) માં નિર્દિષ્ટ કરેલા ગુના પૈકી કોઇ ગુનો કરવાની કોઇ કોશિશ કરવાનું અથવા તેમાં દુપ્રેરણ કરવા માટેનું કોઇપ કાવતરૂ (૨) ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ હેઠળ કોઇ વ્યકિત સેશન્સ ન્યાયાધીશ અથવા અધિક સેશન્સ ન્યાયાધીશ અથવા મદદનીશ સેશન્સ ન્યાયાધીશ હોય અથવા રહી ચૂકી હોય તે સિવાય આ અધિનિયમ હેઠળ ખાસ ન્યાયાધીશ તરીકેની નિમણુક માટે તે લાયક ગણાશે નહિ.