ખાસ ન્યાયાધીશોએ ઇન્સાફી કાર્યવાહી કરવા પાત્ર કેસો - કલમ:૪

ખાસ ન્યાયાધીશોએ ઇન્સાફી કાર્યવાહી કરવા પાત્ર કેસો

(૧) ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ માં અથવા તત્સમયે અમલમાં હોય તેવા નિર્દિષ્ટ કોઇ કાયદામાં ગમે તે મજકુર હોય તે છતાં કલમ ૩ની પેટા કલમ (૧) માં નિર્દિષ્ટ કરેલ ગુનાની ઇન્સાફી કાયવાહી માત્ર ખાસ ન્યાયાધીશો જ કરી શકશે. (૨) કલમ ૩ની પેટા કલમ (૧)માં નિર્દિષ્ટ કરેલ ગુનાની ઇન્સાફી કાર્યવાહી જે વિસ્તારમાં તે ગુનો કરવામાં આવ્યો હોય તે વિસ્તાર માટેના ખાસ ન્યાયાધીશે અથવા યથાપ્રસંગે તે કેસ માટે નિમાયેલા ખાસ ન્યાયાધીશે અથવા આવા વિસ્તાર માટે એક કરતાં વધારે ખાસ ન્યાયાધીશો હોય ત્યારે કેન્દ્ર સરકાર આ અથૅ નિર્દિષ્ટ કરે તે પૈકીના એક ખાસ ન્યાયાધીશે કરવી જોઇશે. (૩) કોઇ કેસની ઇન્સાફી કાયૅવાહી કરવામાં આવતી હોય ત્યારે ખાસ ન્યાયાધીશ કલમ ૩માં નિદિષ્ટ કરેલ કોઇ ગુના સિવાયના એવા કોઇ ગુના કે જેમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ હેઠળ તેવા જ પ્રકારની ઇન્સાફી કાર્યવાહીમાં આરોપી ઉપર નામન મુકી શકાય તેમ હોય તેવી ઇન્સાફી કાર્યવાહી પણ કરી શકાશે. (૪) ફોંજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૩૩ માં કંઇપણ હોવા છતાં ગુનાની સુનાવણી યોજાશે જયાં સુધી વ્યવહારૂ હોય ત્યાં સુધી દિવસે દિવસના આધારે અને તે સુનિશ્વિત કરવા માટે પ્રયાસ કરવામાં આવશે કે સુનાવણી બે વર્ષની મુદતની અંદર સમાપન થાય. જોગવાઇ કરવામાં આવી છે કે જયાં તે સમયગાળા દરમ્યાન સુનાવણી પૂર્ણ થતી નથી ત્યાં ખાસ ન્યાયાધીશ આમ ન કર્યં । હોવાના કારણે રેકોડૅ કરશે વધુમાં જોગવાઇ કરવામાં આવી છે કે આ ।। સમયગાળાને વધુ સમય સુધી લંબાવવામાં આવી શકે છે કારણ કે લેખિતમાં કારણો લખી શકાય તે માટે પરંતુ એક સમયે છ મહિનાથી વધુ નહીં તેથી જો કે વિસ્તૃત અવધિ સાથે સંકળાયેલા સમયગાળાને એકંદરે ચાર વષૅથી વધુ ન થવા જોઇએ. (( નોંધઃ- સન ૨૦૧૮ ના અધિનિયમ ક્રમાંક ૧૬ મુજબ કલમ ૪ ની પેટા કલમ ૪માં બદલાવ કરવામાં આવેલ છે. )