ખાસ ન્યાયાધીશની કાર્યરીતિ અને સતા
(૧) ખાસ ન્યાયાધીશ ઇન્સાફી કાયૅવાહી માટે આરોપીને પોતાની સમક્ષ હાજર કર્યું વિના ગુનાની સુનાવણી હાથ ધરી શકશે અને આરોપી વ્યકિતની ઇન્સાફી કાર્યવાહી કરતી વખતે મેજિસ્ટ્રેટે વોરંટ કેસોની ઇ-સાફી કાર્યવાહી કરવા માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩થી ઠરાવેલી કાર્યવાહી અનુસરવી જોઇશે. (૨) ખાસ ન્યાયાધીશે કોઇ ગુનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલ હોવાનું અથવા ગુનાનો બાતમીદાર હોવાનું મનાતી કોઇ વ્યકિતનો પુરાવો મેળવવા માટે તે ગુનાને લગતા પોતાના જાણમાં હોય તેવા સમગ્ર સંજોગો સંપૂણૅ અને સાચા પ્રગટ કરવાની શરતે એવી વ્યકિત અને તે ગુનો કરવામાં મુખ્ય કે મદદક7 । તરીકે હોય તેવી અન્ય દરેક સબંધિત વ્યકિતને માફી આપી શકશે અને તેવી રીતે આપેલી કોઇ માફી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૩૦૮ની પેટા કલમો (૧) થી (૫) ના સેતુઓ માટે તે અધિનીયમ ૩૭ હેઠળ આપેલી છે એમ ગણાશે. (૩) પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૨) માં જોગવાઇ કરી હોય તે સિવાય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની જોગવાઇઓ આ અધિનિયમ સાથે અસંગત ન હોય તેટલે સુધી ખાસ ન્યાયાધીશ સમક્ષની કાર્યવાહીઓને લાગુ પડશે અને સદરહુ જોગવાઇઓના હેતુઓ માટે ખાસ ન્યાયાધીશોનું ન્યાયાલય સેશન્સ ન્યાયાલય ગણાશે અને ખાસ ન્યાયાધીશ સમક્ષ ફોજદારી કાર્યવાહીનું સંચાલન કરનાર વ્યકિત પબ્લિક પ્રોસીકયુટર ગણાશે. (૪) ખાસ કરીને પેટા કલમ (૨)માંની જોગવાઇઓની વ્યાપકતાને બાધ આવ્યા સિવાય ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમો ૩૨૬ અને ૪૭૫ ની જોગવાઇઓ શકય હોય તેટલે સુધી ખાસ ન્યાયાધીશ સમક્ષની કાયૅવાહી લાગુ પડશે અને સદરહું જોગવાઇઓના હેતુઓ માટે ખાસ ન્યાયાધીશ મેજિસ્ટ્રેટ તરીકે ગણાશે. (૫) ખાસ ન્યાયાધીશ તેણે દોષિત ઠરાવેલ કોઇ વ્યકિતને જે ગુના માટે આવી વ્યકિત દોષિત ઠરી હોય તેવા ગુનાની શિક્ષા માટે કાયદાથી મંજુર રાખેલી કોઇ પણ સજા કરી શકો. (૬) ખાસ ન્યાયાધીશ આ અધિનીયમ હેઠળ ાિપાત્ર ગુનાની શિક્ષાપત્ર કોઇ ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરતી વેળા ફોજદારી કાયદા સુધારા વટહુકમ ૧૯૪૪ હેઠળ જિલ્લા ન્યાયાધીશે વાપરવાની તમામ સતા વાપરશે અને કરવાના તમામ કાયૅ કરશે.
Copyright©2023 - HelpLaw