સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાર્યવાહી કરવાની સતા - કલમ:૬

સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાર્યવાહી કરવાની સતા

(૧) ખાસ ન્યાયાધીશ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ની કલમ ૧૨-એ ની પેટા કલમ (૧)માં ઉલ્લેખ કોઇ ખાસ હુકમનું અથવા તે કલમની પેટા કલમ (૨)ના ખંડ (એ)માં ઉલ્લેખેલ કોદાંપણ હુકમનું ઉલ્લંઘન કરવા સબંધી કોઇ રાજય સેવકે કર્યો હોવાનું કહેવાતા કલમ-૩ની પેટા કલમ (૧)માં નિર્દિષ્ટ કરેલા ગુનાની કોઇ ઇન્સાફી કાર્યવાહી કરતા હોય ત્યારે આ અધિનિયમ કલમ-૫ની પેટા કલમ (૧)માં અથવા ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૨૬૦માં ગમે તે મજકુર હોય તે છતાં ખાસ ન્યાયાધીશ સંક્ષિપ્ત રીતે ગુનાની ઇન્સાફી કરશે અને સદર અધિનિયમની કલમ ૨૬૨ થી ૨૬૫ (બન્ને સહિત) ની જોગવાઇઓ શકય હોય ત્યાં સુધી આવી ઇન્સાફી કાયૅવાહી લાગુ પડશે. જોગવાઇ કરવામાં આવી છે કે આ કલમ હેઠળની સંક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહીમાં કોઇ ગુના સાબિતિના કેસમાં ખાસ ન્યાયાધીશ ( શિક્ષાઃ- એક વર્ષથી વધુ ન હોય તેટલી મુદત સુધીની કેદની સજા કરે નો તે કાયદેસર ગણાશે વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે આ કલમ સંક્ષિપ્ત ઇન્સાફી કાયૅવાહીના આરંભે અથવા તે દરમ્યાન ખાસ ન્યાયાધીશને એમ જણાય કે કેસનો પ્રકાર એવો છે કે એક વષૅ કરતાં વધારે મુદત સજા કરી શકાઇ હોત અથવા અન્ય કોઇ કારણસર સંક્ષિપ્ત રીતે કેસની ઇન્સાફી માટેની કાયૅવાહી કરવી અનિચ્છનીય છે ત્યારે ખાસ ન્યાયાધીશ પક્ષકારોને સાંભળ્યા પછી તે મુજબના હુકમની નોંધ કરશે અને તે પછી જેની જુબાની લેવાઇ હોય તેવા કોઇ સાક્ષીઓને પાછા બોલાવશે અને મેજિસ્ટ્રેટોએ વોરંટ કેસોની ઇન્સાફી કાયૅવાહી કરવા માટે સદરહુ અધિનિયમથી જે કાયૅરીતિ ઠરાવી છે તે અનુસાર કેસની કે ફરી સુનાવણી કરવા આગળ વધશે. )) (૨) આ અધિનિયમમાં અથવા ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ માં વિરૂધ્ધ ગમે તે મજકુર હોય તે છતાં આ કલમ હેઠળ સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી કરી હોય તેવા જે કેસોમાં ખાસ ન્યાયાધીશ એક મહિનાથી વધુ નહિ તેટલી કેદની અને બે હજારથી વધુ નહી તેટલા રૂપીયાના દંડની સજા કરે તેવા કોઇ કેસમાં એવી સજા ઉપરાંત સદરહુ અધિનિયમની કલમ ૪૫૨ હેઠળ કોઇ હુકમ કરવામાં આવ્યો હોય કે ન હોય તો પણ દોષિત ઠરાવેલ વ્યકિતથી કોઇ અપીલ થઇ શકશે નહિ પરંતુ ખાસ ન્યાયાધીશે ઉપયુકત મટૅ ાદા કરતાં વધારે કોઇ સજા કરી હોય ત્યારે અપીલ કરી શકાશે.