રાજય સેવકે કરેલી કાયૅવાહીમાં કે કામકાજમાં સબંધિત વ્યકિત પાસેથી અવેજ સિવાય તેવા રાજય સેવકે અનુચિત લાભ મેળવવા બાબત
જે કોઇ વ્યકિત રાજય સેવક હોય અને પોતાના માટે અથવા અન્ય કોઇ વ્યકિત માટે આવા રાજય સેવકે કરેલી કે કરી રહ્યો હોય તેવી કોઇ કાયૅવાહી અથવા કામકાજમાં સબંધ ધરાવતી હોવાનું અથવા ધરાવતી હોય અથવા ધરાવવાનો સંભવ હોવાનું જાણતી હોય અથવા તેના પોતાના અથવા તે જેના તાબામાં હોય તેવા કોઇ રાજય સેવકના સરકારી કામો અથવા જાહેર ફરજ કંઇપણ સબંધ ધરાવતી હોય તેવી કોઇ પણ વ્યકિત પાસેથી અથવા એવી રીતે સબંધ ધરાવતી વ્યકિતમાં હિત હોવાનું અથવા સબંધ હોવાનું જાણતી હોય તેવી કોઇપણ વ્યકિત પાસેથી અવેજ સિવાય કે તે અવેજ અપુરતો હોવાનું પોતે જાણતી હોય તેવા અવેજ બદલ કોઇ અનુચિત લાભ સ્વીકારે અથવા મેળવે અથવા મેળવવા કોશિશ કરે તે વ્યકિત (( શિક્ષાઃ- છ મહિનાથી ઓછી ન હોય તેવી પણ પાંચ વષૅ સુધીની કેદની શિક્ષાને પાત્ર થશે અને તે દંડને પણ પાત્ર થશે. )) (૧) મથાળા માટે મૂલ્યવાન વસ્તુ શબ્દને શબ્દ અનુચિત લાભ સાથે બદલવામાં આવશે (૨) શબ્દો અથવા સ્વીકારવા માટે સંમત ને રદ કરવામાં આવશે. (૩) મૂલ્યવાન વસ્તુ શબ્દ માટે શબ્દ અનુચિત લાભ બદલવામાં આવશે. (૪) સરકારી કામો શબ્દો માટે સરકારી કામો અથવા જાહેર ફરજ શબ્દ બદલાવામાં આવશે. (( નોંધઃ- સન ૨૦૧૮ ના અધિનિયમ ક્રમાંક ૧૬ મુજબ કલમ ૧૧ નવી કલમમાં સુધારા કરવામાં આવેલ છે. ))
Copyright©2023 - HelpLaw