રાજય સેવક દ્રારા ગુનાહિત ગેરવતૅણક - કલમ:૧૩

રાજય સેવક દ્રારા ગુનાહિત ગેરવતૅણક

(૧) કોઇ રાજય સેવક નીચે પ્રમાણે કર્યું હોય તો ગુનાહિત ગેરવર્તન ગુનો કર્યાનુ કહેવાય (એ) જો તે અપ્રમાણિકપણે અથવા કટપપૂવૅક તેનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરે અથવા અન્યથા તેમના પોતાના ઉપયોગ માટે કોઇ પણ મિલકતને અથવા તેમના કોઇપણ મિલકતને તેના નિયંત્રણ હેઠળ રાજય સેવક તરીકે સુપરત કરે અથવા અન્ય કોઇ વ્યકિતને આમ કરવા દે તો (બી) જો તે પોતાની ઓફિસના સમયગાળા દરમ્યાન ઇરાદાપૂર્વક અને ગેરકાયદેસર રીતે પોતાની જાતને સમૃધ્ધ બનાવે સ્પષ્ટીકરણ:- વ્યકિતને ઇરાદાપૂર્વક પોતાની જાતને ગેરકાયદેસર રીતે સમૃધ્ધ બનાવવાની ધારણ કરવામાં; આવશે જો તે અથવા તેના વતી કોઇપણ વ્યકિત તેમની ઓફિસના સમયગાળા દરમ્યાન કોઇ પણ સમયે આવકનો કબજો મેળવ્યો હોય અથવા તેની પાસે હોય છે તો તેની આવકના જાણીતા સ્રોતોમાંથી આવક કરતા વધુ સંપતિ અથવા મિલકતનો કબજો લેવામાં આવ્યો છે જે રાજય સેવક સંતોષકારક રીતે ન કરી શકે સ્પષ્ટીકરણ:-૨ આવકના જાણીતા સ્ત્રોતો નો અભિવ્યકિત એટલે કોઇ પણ કાયદેસર સ્ત્રોતોમાંથી મળેલી આવક (( નોંધઃ- સન ૨૦૧૮ ના અધિનિયમ ક્રમાંક ૧૬ મુજબ કલમ ૧૩ નવી કલમમાં સુધારા કરવામાં આવેલ છે. )) (૨) કોઇપણ રાજય સેવક ફોજદારી ગેરવર્તન કરે તેને ૪ વષૅથી ઓછી નહિ પરંતુ જે ૧૦ વષૅ સુધીનો હોઇ શકે અને દંડ માટે જવાબદાર રહેશે (( નોંધઃ- સન ૨૦૧૪ના અધિનિયમ ક્રમાંક ૧ મુજબ કલમ ૧૩ની પેટા કલમ (૨)માં એક વષૅની બદલે ચાર વષૅની બદલે દસ વષૅ સુધારો કરવામાં આવેલ છે. ))