દંડ ઠરાવવા માટે વિચારણામાં લેવાની બાબતો
કલમ ૭ અથવા કલમ ૮ અથવા કલમ ૯ અથવા કલમ ૧૦ અથવા કલમ ૧૧ અથવા કલમ ૧૩ની પેટા કલમ (૨) અથવા કલમ ૧૪ અથવા કલમ ૧૫ હેઠળ દંડની સજા કરવામાં આવી હોય ત્યારે દંડની રકમ ઠરાવતી વખતે ન્યાયાલય આરોપી વ્યકિતએ ગુનો કરીને મેળવેલી હોય તેવી રકમ અથવા મિલકતની કિંમત હોય તો તે અથવા (કલમ ૧૩ની પેટા કલમ (૧)ના ખંડ (બી) માં ઉલ્લેખેલા કોઇ ગુના માટે દોષિત ઠરેલ હોય ત્યારે જે નાણાંકીય સાધનો કે મિલકત માટે આરોપી વ્યકિત સંતોષકારક ખુલાસો આપી શકયો ન હોય તેવા તે ખંડમાં ઉલ્લેખેલા નાણાકીય સાધનો અથવા મિલકતને વિચારણામાં લેવા જોઇશે. (( નોંધઃ- સન ૨૦૧૮ ના અધિનિયમ ક્રમાંક ૧૬ મુજબ કલમ ૧૬ નવી કલમમાં સુધારા કરવામાં આવેલ છે. )) (એ) શબ્દો કૌંસ અને આંકડાઓ માટે કલમ ૧૩ની પેટા કલમ (૨) અથવા કલમ ૧૪ શબ્દો આંકડા અને કૌંસમાં કલમ ૭ અથવા કલમ ૮ અથવા કલમ ૯ અથવા કલમ ૧૦ અથવા કલમ ૧૧ અથવા કલમ ૧૩ની પેટા કલમ (૨) અથવા કલમ ૧૪ અથવા કલમ ૧૫ અવેજીમાં આવશે (બી) શબ્દ કૌંસ અને અક્ષર ખંડ (ઇ) માટે શબ્દ કૌંસ અને અક્ષર ખંડ (બી) બદલવામાં આવશે.
Copyright©2023 - HelpLaw