તપાસ કરવા માટે અધિકૃત વ્યકિતઓ - કલમ:૧૭

તપાસ કરવા માટે અધિકૃત વ્યકિતઓ

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩માં ગમે તે મજકુર હોય તે છતા (એ) દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટની બાબતમાં પોલીસ ઇન્સ્પેકટરના (બી) મુંબઇ કલકતા મદ્રાસ અને અમદાવાદના મેટ્રોપોલીટન વિસ્તારમાં અને ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૮ ની પેટા કલમ (૧) હેઠળ હોય તે તરીકે જાહેર કરેલા અન્ય કોઇ મેટ્રોપોલીટન વિસ્તારમાં મદદનીશ પોલીસ કમિશનરના (સી) અન્યત્ર નાયબ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ ના અથવા સમકક્ષ દરજજાના પોલીસ અધિકારીના દરજજાથી ઉત્તરતા દરજજાના હોય તેવા કોઇ પોલીસ પોલીસ અધિકારી મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ અથવા યથાપ્રસંગ પ્રથમ વગૅના મેજિસ્ટ્રેટના હુકમ વગર આ અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર કોઇ ગુનાની તપાસ કરી શકશે નહિ અથવા તે માટે વગર વોરંટે કોઇની પણ ધરપકડ કરી શકશે નહિ. જોગવાઇ કરવામાં આવી છે કે પોલીસ ઇન્સ્પેટકરના દરજજાથી ઉત્તરના દરજજાના ન હોય તેવા કોઇ પોલીસ અધિકારીને સામાન્ય અથવા ખાસ કરીને હુકમ કરીને આ અર્થ રાજય સરકારે અધિકૃત કર્ય હોય તો તે થયાપ્રસંગે મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ અથવા પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટના ક્રમ વાર એવા કોઇપણ નાની તપાસ કરી શકશે અથવા વોરંટ વગર તે માટે ધરપકડ કરી શકશે. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે કલમ-૧૩ની પેટા કલમ (૧)ના ખંડ (બી) માં ઉલ્લેખેલા કોઇ ગુનાની પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટથી ઉતરતા દરજજાના ન હોય તેવા કોઇ પોલીસ અધિકારીના હુકમ વગર તપાસ કરી શકાશે નહિ. (( નોંધઃ- સન ૨૦૧૮ ના અધિનિયમ ક્રમાંક ૧૬ મુજબ કલમ ૧૭ નવી કલમમાં સુધારા કરવામાં આવેલ છે. ))