બેન્કરના ચોપડા તપાસવાની સતા
મળેલી માહિતી ઉપરથી અથવા અન્યથા જે પોલીસ અધિકારીને કલમ-૧૭ હેઠળ ગુનાની તપાસ કરવાની સતા આપેલી હોય તેવો ગુનો થયાની શંકાનું કારણ હોય અને તેને એમ લાગે કે એવા ગુનાની તપાસ અથવા ચોકસી માટે બેન્કરના ચોપડા તપાસવા જરૂરી છે તો તેવા પોલીસ અધિકારી તે સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદામાં ગમે તે મજકૂર હોય તે છતાં જેટલે અંશે તે ગુનો કર્યં હોવાનો જેના ઉપર શક હોય તે વ્યકિતના અથવા તેના વતી નાણાં રાખતી હોવાની જેના ઉપર શંકા હોય તેવી બીજી કોઇ વ્યકિતના હિસાબો સબંધી તેટલે અંશે બેન્કરના ચોપડા તપાસી શકશે અને તેમાંથી સબંધિત નોંધની પ્રમાણિત નકલો લઇ શકશે અથવા લેવડાવી શકશે અને આ કલમ હેઠળ પોતાની સતા વાપરવામાં પોલીસ અધિકારીને સહાય કરવા માટે જે તે બેન્ક બંધાયેલી રહેશે. જોગવાઇ કરવામાં આવી છે કે પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટના દરજજાથી ઉતરતા કોઇ પોલીસ અધિકારી કોઇ વ્યકિતના હિસાબો સબંધી આ કલમ હેઠળ કોઇ સતા વાપરી શકશે નહિ સિવાય કે તેને પોલસ સુપ્રીન્ટેન્ડન્ટના દરજજાના અથવા તેનાથી ઉપરના દરજજાના કોઇ પોલીસ અધિકારીએ આ અથૅ ખાસ અધિકૃત કરેલ હોય. સ્પષ્ટીકરણઃ- આ કલમમાં બેન્ક અને બેન્કરના ચોપડા એ શબ્દના પ્રયોગોનો અથૅ બેન્કર ચોપડા પુરાવા અધિનિયમ ૧૮૯૧માં અનુક્રમે તેમનો જે અથૅ કરવામાં આવ્યો છે તે જ થશે.
Copyright©2023 - HelpLaw