આ કાયદા હેઠળ ક્રિમીનલ લો એમેન્ડમેન્ટ ઓડીનન્સ ૧૯૪૪ની જોગવાઇઓ જોડાણને લાગુ પડશે. - કલમ:૧૮(એ)

આ કાયદા હેઠળ ક્રિમીનલ લો એમેન્ડમેન્ટ ઓડીનન્સ ૧૯૪૪ની જોગવાઇઓ જોડાણને લાગુ પડશે.

(૧) અન્યથા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ ૨૦૦૨ (સન ૨૦૦૩નો ૧૫મો) હેઠળ બતાવ્યા પ્રમાણે ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ ઓડીનંસ ૧૯૪૪ની જોગવાઇઓ જોડાણ જોડેલી મિલકતોનું વહીવટ ને જોડાણના આદેશનો અમલ કે પૈસાની જપ્તી કે આ કાયદા હેઠળ અપરાધ માધ્યમથી મેળવેલી સંપતિને લાગુ પડે છે. (ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ ઓરડીનંસ ૧૯૪૪ (સન ૧૯૪૪નો ઓડીનન્સ ૩૮) આ કાયદા હેઠળ જોડાણને લાગુ પડે છે.) (૨) આ અધિનિયમના ઉદ્દેશ્યો માટે ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ ઓડીનંસ ૧૯૪૪ (સન ૧૯૪૪નો ઓડીનન્સ ૩૮) ની જોગવાઇઓ અસર કરશે. એ સુધારાની શરતે કે ડિસ્ટ્રીકટ જજ નો સંદભૅ વિશિષ્ટ ન્યાયાધીશ ના સંદભૅ તરીકે રજૂ કરવામાં આવશે. (( નોંધઃ- સન ૨૦૧૮ ના અધિનિયમ ક્રમાંક ૧૬ મુજબ કલમ ૧૮ પછી નવી કલમ ૧૮- એ ઉમેરવામાં આવેલ છે. ))