ફોજદારી કામ ચલાવવા માટે પૂવૅમંજૂરી જરૂરી હોવા બાબત
(૧) કલમ ૭ ૧૧ ૧૩ અને કલમ ૧૫ મુજબ ગુનો શિક્ષાને પાત્ર હોય તેવા ગુનો જાહેર સેવકે ગુનો કયૅનો આક્ષેપ હોય તે સિવાય લોકપાલ અને લોકાયુકત કાયદા ૨૦૧૩ની જોગવાઇ હેઠળ બાકાત રાખ્યા હોવાની જોગવાઇ બીજી રીતે કરી હોય તે કોઇ કોટૅ ગુનાની ૧ સંજ્ઞાનતા વિચારણા લેશે. શબ્દો અને આંકડાઓ માટે કલમો ૭ ૧૦ ૧૧ ૧૩ અને ૧૫ શબ્દો અને આંકડા કલમો ૭ ૧૧ ૧૩ અને ૧૫ નો દાખલ કરવામાં આવશે. ((નોંધઃ- સન ૨૦૧૮ ના અધિનિયમ ક્રમાંક ૧૬ મુજબ કલમ ૧૯ નવી કલમમાં સુધારા કરવામાં આવેલ છે. ))(એ) જે વ્યકિત સંઘના કામકાજના સબંધમાં જે ને નોકરી એ રાખવામાં આવ્યો છે અથવા જેવો કિસ્સો હોઇ તે મુજબ કમીશનના સમયે કથિત ગુનાનો કામે લગાવાયેલો હતો તે અને કેન્દ્ર સરકારની મંજૂરીથી હોય તે સિવાય અથવા મંજૂરીથી તેના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય નહી તેવી વ્યકિત બાબતમાં તે સરકારની (બી) જે વ્યકિત કોઇ રાજયના કામકાજના સબંધમાં જે ને નોકરી એ રાખવામાં આવ્યો છે અથવા જેવો કિસ્સા હોઇ તે મુજબ કમિશનના સમયે કથિત ગુનાનો કામે લગાવાયેલો હતો તે અને જેને રાજય સરકારની મંજુરીથી હોય તે સિવાય અથવા મંજૂરીથી તેના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય નહિ તેવી વ્યકિત બાબતમાં તે સરકારની ખંડ(એ) માં જે ને નોકરી એ રાખવામાં આવ્યો છે શબ્દો માટે શબ્દો જે ને નોકરી એ રાખવામાં આવ્યો છે અથવા જેવો કિસ્સો હોઇ તે મુજબ કમિશનના સમયે કથિત ગુનાનો કામે લગાવાયેલો હતો તે શબ્દોનો દાખલ કરવામાં આવશે. ખંડ(બી)માં જે ને નોકરી એ રાખવામાં આવ્યો છે શબ્દો માટે શબ્દો જે ને નોકરી એ રાખવામાં આવ્યો છે અથવા જેવો કિસ્સા હોઇ તે મુજબ કમિશનના સમયે કથિત ગુનાનો કામે લગાવાયેલો હતો તે શબ્દોનો દાખલ કરવામાં આવશે. ((નોંધઃ- સન ૨૦૧૮ ના અધિનિયમ ક્રમાંક ૧૬ મુજબ કલમ ૧૯ના પેટા કલમ(૧)ના ખંડ (એ) અને (બી)માં સુધારા કરવામાં આવેલ છે. )) (સી) અન્ય કોઇ વ્યકિતની બાબતમાં તેના હોદ્દા ઉપરથી તેને દૂર કરવાની સતા માટે સક્ષમ એવા કોઇ સતાધિકારીની પૂવૅ મંજૂરી સિવાય કરી શકશે નહિ. જોગવાઇ કરવામાં આવી છે કે પોલીસ અધિકારીએ કે તપાસ એજન્સીના અધિકારને કે અન્ય કાયદાનો અમલ કરતા સતાધીશો સિવાયની કોઇ પણ વ્યકિત યોગ્ય સરકાર કે સતાધીશો સમક્ષ કિસ્સો હોઇ એ મુજબ આ પેટા કલમમાં ઉલ્લેખિત કોઇપણ ગુનાના અદાલત દ્રારા નોંધણી માટે વિનંતી કરી શકશે નહી સિવાય કે (૧) આવા વ્યકિતએ કથિત ગુના વિશે સક્ષમ અદાલતમાં ફરિયાદ નોંધાવી છે કે જેના માટે રાજય સેવક પર કાયૅવાહી કરવામાં આવી રહી છે અને (૨) અદાલતે ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ ૨૦૩ હેઠળ ફરિયાદ ફગાવી નથી અને ફરિયાદીને રાજય સેવક વિરૂધધ કાયૅવાહીની મંજૂરી મેળવવા માટે નિર્દેશિત કયૅ છે. વધુમાં જોગવાઇ કરવામાં આવી છે કે પોલીસ અધિકારીઓ કે તપાસ એજન્સીના અધિકારીને કે અન્ય કાયદાનો અમલ કરતા સતાધીશો સિવાયની વ્યકિતની વિનંતીના કિસ્સામાં યોગ્ય સરકાર અથવા સક્ષમ અધિકારી રાજય સેવકઓને સાંભળવાની તક આપ્યા વિના મંજૂરી આપવાનું સમથૅન નહીં કરે વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે આ પેટા કલમ હેઠળ રાજય સેવકઓના કાયૅવાહી માટે મંજુરી જરુરી હોય તે દરખાસ્તની પ્રાપ્તિ પછી યોગ્ય સરકાર અથવા કોઇ સક્ષમ અધિકારી તે તારીખથી ત્રણ મહિનાની અંદર આવા દરખાસ્ત પર નિણૅય આપવાનો પ્રયાસ કરશે. વધુમાં જોગવાઇ કરવામાં આવી છે કે જો કેસમાં જયાં ફોજદારી માટે મંજૂરી આપવાના હેતુસર કાયદાકીય સલાહની આવશ્યકતા છે આ સમયગાળા લેખિતમાં નોંધાયેલા કારણો માટે એક મહિનાથી વધુ સમય સુધી વિસ્તૃત કરી શકાય છે. વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર જરૂરી લાગે ત્યારે રાજય સેવકના સામે કાયૅવાહી માટેની મંજૂરી માટેની માગૅદશિકા નકકી કરશે. સ્પષ્ટીકરણઃ- પેટા કલમ (૧)ના હેતુઓ માટે રાજય સેવક માં આવા વ્યકિત આવશે કે (એ) જેના પર ઓફિસ દરમ્યાન ગુનો આચરવામાં આવ્યો હોવાનો આરોપ છે. અથવા (બી) જેઓ જે દરમ્યાન નિયમભંગ થયો હોવાનો આરોપ છે એ ઓફિસને ધારણ કરે છે અથવા અન્ય ઓફિસ જે દરમ્યાન ગુન્હો કરવામાં આવ્યો છે. ( નોંધઃ- સન ૨૦૧૮ ના અધિનિયમ ક્રમાંક ૧૬ મુજબ કલમ ૧૯ના પેટા કલમ (૧)ના ખંડ (સી)માં સુધારો કરી ઉમેરો કરવામાં આવેલ છે. )) (૨) ગમે તે કોઇપણ કારણસર પેટા કલમ (૧) હેઠળ જરૂરી એવી પૂવૅમંજૂરી કેન્દ્ર સરકારે અથવા રાજય સરકારે બીજા કોઇ સતાધિકારીએ આપવી જોઇએ કે કેમ એ વિષે કોઇ શંકા ઉપસ્થિત થાય ત્યારે જે સમયે ગુનો કર્યું હોવાનું કહેવાતું હતુ તે સમયે તે રાજય સેવકને તેના હોદ્દા ઉપરથી દૂર કરવા સક્ષમ ગણાત તે સરકારે અથવા સતાધિકારીએ એવી મંજૂરી આપવી જોઇશે. (૩) ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ માં ગમે તે મજકૂર હોય તે છતા
(એ) ખાસ ન્યાયાધીશે કરેલ કોઇ નિણૅય સજા અથવા હુકમ તે ન્યાયાલયના અભિપ્રાયના મુજબ તેનાથી વાસ્તવમાં ન્યાયની નિષ્ફળતા સંભવિત બનતી તે સિવાય પેટા કલમ (૧) હેઠળ જરૂરી મંજુરીના અભાવે કે તેમાં કોઇ ભુલ વજૅન અથવા નિયમબાહ્યતા કારણે અપીલ બહાલી કે ફેરતપાસમાં તે ન્યાયાલયથી ફેરવી અથવા બદલી શકાશે નહિ. (બી) કોઇપણ ન્યાયાલય કોઇપણ ભૂલ વષૅન અથવા નિયમબાહ્યતા ન્યાયની નિષ્ફળતામાં પરિણમમી છે એવી ખાતરી થાય તે સિવાય સતાધિકારીએ આપેલી મંજુરીમાં આવી કોઇ ભૂલ વષૅન અથવા નિયમબાહ્યતાને કારણે આ અધિનિયમ હેઠળની કાયૅવાહીઓ મોકૂફ રાખી શકશે નહિ. (સી) કોઇપણ નયાયાલય બીજા કોઇ કારણે આ અધિનિયમ હેઠળ કાયૅવાહીઓ મોકૂફ રાખી શકશે નહિ અને કોઇપણ ન્યાયાલય કોઇ તપાસ ઇન્સાફી કાયૅવાહી અપીલ અથવા બીજી કાયૅવાહીઓમાં કરેલા વચગાળાના કોઇ હુકમના સબંધમાં ફેરતપાસની સતા વાપરી શકશે નહિ. (૪) પેટા કલમ (૩) હેઠળની એવી મંજૂરીના અભાવે અથવા કોઇ ભૂલ વષૅન કે નિયમ બાહ્યતાને લીધે ન્યાય નિષ્ફળ ગયો છે અથવા પરિણમ્યો છે કે કેમ તે નકકી કરતી વખતે ન્યાયાલયે એ કાયૅવાહીના પ્રારંભના તબકકે કોઇ વાંધો ઉપસ્થિત કરી શકાય અથવા વાંધો ઉપસ્થિત કરવો જોઇએ કે કેમ તે હકીકત ધ્યાનમાં લેવી જોઇશે. સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુઓ માટે (એ) ભુલ માં મંજૂરી આપવા માટે સતા ધરાવનારની સક્ષમતાનો સમાવેશ થાય છે. (બી) ફોજદારી ફરીયાદ માટે જરૂરી મંજૂરીમાં કોઇપણ જરૂરીયાતના એવા સંદભૅનો સમાવેશ થાય છે કે ફોજદારી કામ નિર્દિષ્ટ સતા ધરાવનારના કહેવાથી અથવા નિર્દિષ્ટ વ્યકિતની મંજૂરીથી અથવા તેવા જ પ્રકારની કોઇ જરૂરીયાતથી ફરિયાદ કરી હોવી જોઇશે.
Copyright©2023 - HelpLaw