આરોપી વ્યકિત સાક્ષી તરીકે સક્ષમ ગણાશે. - કલમ:૨૧

આરોપી વ્યકિત સાક્ષી તરીકે સક્ષમ ગણાશે.

આ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર કોઇ ગુનાનું તહોમત મૂકવામાં આવ્યું હોય તેવી કોઇ વ્યકિત બચાવ માટેના સક્ષમ સાક્ષી તરીકે ગાણાશે અને પોતાની સામે અથવા તે જ ઇન્સાફી કાર્યવાહીમાં તેની સાથે જેના ઉપર તહોમત મૂકવામાં આવ્યું હોય તે વ્યક્તિ સામે મૂકાયેલા તહોમોને ના સાબિત કરવા માટે સોગંદ ઉપર જુબાની આપી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે (એ) તેની પોતાની વિનંતી હોય તે સિવાય સાક્ષી તરીકે તેને બોલાવી શકાશે નહિ. (બી) પુરાવો આપવાની તેની નિષ્ફળતાને ફરીયાદ પક્ષ તરફથી કોઇ ટીકાનો વિષય બનાવી શકાશે નહિ અથવા તેની વિરૂધ્ધ અથવા એ જ ઇન્સાફી કાયૅવાહીમાં તેની સાથે તહોમતદાર હોય તે વ્યકિત વિરૂધ્ધ કંઇ માની લેવાનું ઉપસ્થિત કરી શકાશે નહિ. (સી) જેના માટે તેના ઉપર તહોમત મૂકવામાં આવ્યું હોય તે ગુના સિવાય કોઇ ગુના તેણે કયૅ । છે અથવા તેવા ગુના માટે તે દોષિત ઠય્ છે અથવા તે ખરાબ ચારિત્ર્યનો છે એવું સૂચવતો કોઇ સવાલ તેને પૂછી શકાશે નહિ અને પૂછવામાં આવે તો તેનો જવાબ આપવાની તેને ફરજ પાડી શકાશે નહિ સિવાય કે (૧) તેણે એવો ગુનો કર્યંની અથવા એવા ગુના માટે તે દોષિત ઠયૅ હોવાની સાબિતી તેના ઉપર જે ગુનાનું નહોમત મુકવામાં આવ્યું હોય તે ગુના માટે ને દોષિત છે એવું બતાવવા માટેનો તે ગ્રાહ્ય પુરાવો હોય અથવા (૨) તેણે પોતે અથવા તેના વકીલ મારફત પોતાનું સારૂ ચારિત્ર્ય પુરવાર કરવાની દ્રષ્ટિએ ફરીયાદ પક્ષના કોઇ સાક્ષીને કોઇ સવાલ પૂછ્યો હોય અથવા પોતાના સારા ચારિત્રયનો પુરાવો આપ્યો હોય અથવા બચાવનો પ્રકાર કે બચાવ કરવાની રીત એવી હોય કે તેનાથી ફરિયાદ પક્ષના કે ફરિયાદ પક્ષના સાક્ષીના ચારિત્ર્ય ઉપર દોષારોપણ થતું હોત અથવા (૩) તેણે એવા ગુનાનું નહોમત મુકાયેલી બીજી કોઇ વ્યકિત વિરૂધ્ધ જુબાની આપેલી હોય