કેટલાક ફેરફારોને અધીન રહીને ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ લાગુ પાડવા બાબત - કલમ:૨૨

કેટલાક ફેરફારોને અધીન રહીને ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ લાગુ પાડવા બાબત

ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ ની જોગવાઇઓ આ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર ગુનાના સબંધમાં કોઇ કાયૅવાહીને લાગુ પડતી વખતે એવી રીતે અમલ થશે જાણે કે (એ) કલમ ૨૪૩ની પેટા કલમ (૧)માં ત્યાર પછી આરોપીને પોતાનો બચાવ શરૂ કરવા અને પોતાનો પુરાવો રજુ કરવાનું ફરમાવવું જોઇશે એ શબ્દોને બદલે ત્યાર પછી આરોપીને તરત જ અથવા ન્યાયાલય તેને છુટ આપે તેટલા સમયમાં પોતે જેને પોતાના સાક્ષીઓ તરીકે તપાસવા માંગતો હોય એવી વ્યકિતઓ (કોઇ હોય તો) તેની અને પોતે જેના ઉપર આધાર રાખવા માંગતો હોય એવા દસ્તાવેજો (કોઇ હોય તો) તેની લેખિત યાદી આપવા ફરમાવવું જોઇશે અને ત્યાર પછી પોતાનો બચાવ શરૂ કરવા માટે અને પોતાનો પુરાવો રજૂ કરવા ફરમાવવું જોઇશે અને શબ્દો મુકવામાં આવ્યા હોય તેમ (બી) કલમ-૩૦૯ની પેટા કલમ (૨)માં ત્રીજા પરંતુક પછી નીચેનો પરંતુક દાખલ કયૅ । હોય તેમ વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે કાયૅવાહીના કોઇ પક્ષકારે કલમ ૩૯૭ હેઠળ અરજી કરેલી હોય એ જ કારણે કાર્યવાહી મોકૂફ કે મુલતવી રાખી શકાશે નહિ. (સી) કલમ-૩૧૭ની પેટા કલમ (૨)પછી નીચેની પેટા કલમ દાખલ કરી હોય તેમ (૩) પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૨)માં ગમે તે મજકૂર હોય તે છતાં ન્યાયાધીશ પોતાને યોગ્ય લાગે તો અને પોતે કારણોની લેખિત નોંધ કરીને આરોપીની અથવા તેના વકીલની ગેરહાજરીમાં તપાસ અથવા ઇન્સાફી કાર્યવાહી કરી શકશે અને સાક્ષીની ઉલટ તપાસ માટે પાછો બોલાવવાના આરોપીના હકને આધીન રહીને કોઇપણ સાક્ષીનો પુરાવો નોંધી શકશે (ડી) કલમ ૩૯૭ની પેટા કલમ (૧)માં સ્પષ્ટીકરણ પહેલા નીચેનો પરંતુક દાખલ કરેલો હોય તેમ જોગવાઇ કરવામાં આવી છે કે કાર્યવાહીના કોઇ પક્ષકારે કરેલી અરજી ઉપરથી કોઇ ન્યાયાલયે આ કલમ હેઠળની સતા વાપરી હોય ત્યારે ન્યાયાલય સામાન્ય રીતે (એ) કાર્યવાહીનું રેકર્ડ શા માટે મંગાવવું તેનું કારણ દર્શાવવાની બીજા પક્ષકારને તક આપ્યા વિના અથવા (બી) જો તેને ખાતરી થાય કે કાર્યવાહીના રેકર્ડની તપાસ તેની પ્રમાણિત નકલો ઉપરથી થઈ શકશે તો કાર્યવાહીનું રેકર્ડ મંગાવશે નહિ