કલમ-૧૩ ની પેટા કલમ (૧)ના ખંડ (એ) હેઠળના કોઇ ગુનાના સબંધમાં તહોમતની વિગતો
ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩માં ગમે તે મજકૂર હોય તે છતાં કલમ ૧૩ની પેટા કમલ (૧)ના ખંડ (એ) હેઠળના કોઇ ગુના માટે આરોપી ઉપર તહોમત મૂકવામાં આવ્યું હોય ત્યારે તહોમતનામામાં જે મિલકત અંગે ગુનો કયૅ હોવાનું કહેવાતું હોય તે મિલકત અને જે તારીખો વચ્ચે ગુનો કયૅ હોવાનું કહેવાતું હોય તે તારીખો ખાસ વિગતો અથવા ચોકકસ તારીખો દશૅ વ્યા વિના વણૅવવામાં આવે તો તે પૂરતુ ગણાશે અને એવી રીતે તૈયાર કરેલું તહોમતનામું સદરહુ અધિનિયમની કલમ ૨૧૯ના અથૅ મુજબ એક જ ગુનાનું તહોમતનામું છે એમ ગણાશે. જોગવાઇ કરવામાં આવી છે કે એવી પહેલી અને છેલ્લી તારીખો વચ્ચેનો સમય એક વષૅથી વધુ હોવો જોઇશે નહિ. (એ) શબ્દ આંકડા કૌંસ અને અક્ષર માટે મથાળામાં કલમ ૧૩(૧) (સી) શબ્દ આંકડા કૌંસ અને અક્ષર ખંડ ૧૩(૧)(એ) અવેજીમાં થશે. (બી) શબ્દ કૌંસ અને અક્ષર ખંડ (સી) શબ્દ માટે શબ્દ કૌંસ અને અક્ષર ખંડ (એ) નો ઉપયોગ થશે. (( નોંધઃ- સન ૨૦૧૮ ના અધિનિયમ ક્રમાંક ૧૬ મુજબ કલમ ૨૩ નવી કલમમાં સુધારા કરવામાં આવેલ છે. ))
Copyright©2023 - HelpLaw